Get The App

શહેર નજીકના દોડકા ગામના પાંચ મકાનોમાં ચોર ત્રાટક્યા : ૧૪.૧૪ લાખની ચોરી

ચોર ટોળકીએ મહિસાગર નદીના કોતર નજીકના જ મકાનોને ટાર્ગેટ કર્યા

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
શહેર નજીકના દોડકા ગામના  પાંચ મકાનોમાં ચોર ત્રાટક્યા  : ૧૪.૧૪ લાખની ચોરી 1 - image

વડોદરા, દોડકા ગામમાં કોતર નજીકના પાંચ મકાનોને એક જ રાતમાં ટાર્ગેટ બનાવી ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે. માંડ ૪૦૦ ઘર ધરાવતા ગામમાં એક જ રાતમાં ચોર ટોળકી ૧૪.૧૪ લાખની મતા ચોરી ગઇ હતી.

શહેર નજીકના દોડકા ગામે રહેતા ધુ્રવેશકુમાર ધર્મેન્દ્રભાઇ  પટેલ મોક્સી ગામની  સ્ટાયરેનિક્સ કંપનીમાં વર્કર તરીકે નોકરી કરે છે. ફોઇ અને દાદી સાથે રહેતો ધુ્રવેશ ગત ૯ મી તારીખે  હું ઘરેથી જમીને રાતે ૧૦ વાગ્યે નાઇટ ડયૂટિ પર ગયો હતો. તે દરમિયાન તેના ઘરની બારીની ગ્રીલ તોડીને ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના અને રોકડા ૧૦ હજાર મળીને કુલ રૃપિયા ૪.૯૦ લાખની મતા ચોરી ગઇ હતી.

આ જ ગામમાં રહેતા રાજેન્દ્રગીરી  ગોસ્વામીના ઘરે પણ ચોર ટોળકી ત્રાટકી હતી. તેમના ઘરમાંથી સોના - ચાંદીના દાગીના અને  રોકડા ૭ હજાર મળી કુલ રૃપિયા ૭.૩૨ લાખની ચોરી થઇ હતી.

દોડકા ગામમાં રહેતા સંજયગીરી ગોસ્વામીના ઘરેથી ચોર ટળકી પાછળની દીવા  કૂદીને અંદર ઘુસી હતી અને બારીની ગ્રીલ તોડી  ચોરી કરી હતી. ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના અને રોકડા ૯૦  હજાર મળી કુલ રૃપિયા ૧.૨૭ લાખની મતા ચોરી ગઇ હતી.

આ જ ગામમાં રહેતા પ્રેમીલાબેન કાંતિભાઇ પ્રજાપતિના ઘરનો પાછળનો દરવાજો તોડી ચોર  ટોળકી સોના - ચાંદીના દાગીના અને  રોકડા મળી કુલ રૃપિયા૬૫ હજારની ચોરી કરી ગઇ હતી.

રમણભાઇ નટુભાઇ  રાઠોડના ઘરને પણ ચોર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. ઘરનો પાછળનો દરવાજો તોડીને ચોર ટોળકીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

Tags :