Get The App

જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : તસ્કરની ધરપકડ સાથે 3.14 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

Updated: Oct 16th, 2024

GS TEAM

Google News
Google News
જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : તસ્કરની ધરપકડ સાથે 3.14 લાખનો મુદ્દામાલ કબજે કરાયો 1 - image

Jamnagar Theft Case : જામનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો થયો હોવાની ફરિયાદો વચ્ચે જામનગર સિટી બી. ડીવીઝન પોલીસે સફળતા હાંસલ કરી છે. પોલીસે તાજેતરમાં ઘરફોડ ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો, અને તેની સઘન પૂછપરછ કરતાં વધુ એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આરોપી પાસેથી પોલીસે 3.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગર સિટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી કરણસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જામનગરમાં બીજી એક ઘરફોડ ચોરી કરવાની કબૂલાત કરી હતી. આ આધારે પોલીસે આરોપી પાસેથી 53 ગ્રામ સોનાના દાગીના અને 50,000 રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી.