Gujarat
વડોદરામાંથી સગીરાનું અપહરણ કરનાર યુવક 8 મહિને માતાને મધરાતે મળવા આવતા પકડાઈ ગયો
By GS TEAM
3 Jul 20251 min read
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરનાર યુવકને મધરાતે પોલીસે સ્ટેશન નજીકથી ઝડપી પાડી સગીરાને છોડાવી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરનાર યુવકને મધરાતે પોલીસે સ્ટેશન નજીકથી ઝડપી પાડી સગીરાને છોડાવી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરનાર યુવકને મધરાતે પોલીસે સ્ટેશન નજીકથી ઝડપી પાડી સગીરાને છોડાવી હતી.
સ્ટેશન પાછળ રહેતો મૂળ મધ્ય પ્રદેશ જાંબુવાનો પપ્પુ નારુ આમલીયાર આઠ મહિના પહેલા એક સગીરાને લઈ પલાયન થઈ જતા સયાજીગંજ પોલીસે તેની સામે અપહરણનો ગુનો નોંધાયો હતો. પરંતુ સગીરા તેમજ અપહરણ કરનારનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી સગીરાને શોધવા અન્ય પોલીસ પણ જોડાઈ હતી.
ગઈ મધરાતે અપરણકાર પપ્પુ સગીરાને લઈ તેની માતાને મળવા માટે આવનારો હોવાની વિગત મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ની ટીમે સ્ટેશન વિસ્તારમાં વોચ રાખી રીક્ષા સ્ટેન્ડ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો અને સગીરાને છોડાવી હતી.