મૂળ પોરબંદર પંથકનો યુવાન UKમાં સાંસદની ચૂંટણી લડશે
ગત વર્ષે કાઉન્સીલર તરીકે ચૂંટાયા હતા : હાલ લેસ્ટ ઈસ્ટ વિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું
પોરબંદર, : પોરબંદર પંથકના ખમીરવંતા મહેર સમાજના અનેક લોકો દેશ-વિદેશમાં જુદા-જુદા ક્ષેત્રમાં પોતાની સર્વોપરિતા સિધ્ધ કરી રહ્યા છે ત્યારે મૂળ ગોસાના વતની એવા એક યુવાન હાલમાં યુ.કે.માં સાંસદની ચૂંટણી લડી રહ્યા છે.
મૂળ ગોસા પોરબંદરના નિવાસી અને અગાઉ રાજકોટ શહેર પોલીસદળમાં ફરજ બજાવી ચૂકેલા તેમજ ઘણા વર્ષોથી યુ.કે. પરિવાર સાથે સ્થાયી થયેલા નાગાર્જુન આગઠે ઇંગ્લેન્ડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ્રી બોર્ડની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ યુવાન બિઝનેસમેન છે. ગત વર્ષે કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. હાલ ઇંગ્લેન્ડ વડાપ્રધાન દ્વારા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતા હવે લેસ્ટ ઇસ્ટ વિસ્તારમાં સ્વતંત્ર કેન્ડીડેટ તરીકે ઉમેદવારી પત્રક ભર્યુ છે. આ વિસ્તાર એશિયન સમુદાયની બહોળી વસ્તી ધરાવે છે. 4 જુલાઇના રોજ ચૂંટણી ઓજાશે.