Gujarat

પાણીગેટના માથાભારે યુવાને સોશિયલ મીડિયા પર લાઇવ થઇ ધમકી આપી

By GS TEAM
23 Jul 20251 min read
પાણીગેટના માથાભારે યુવાને સોશિયલ મીડિયા પર લાઇવ થઇ ધમકી આપી

વડોદરા,વાઘોડિયા રોડ પર ખાણી પીણીની લારી ચલાવતા માતા અને પુત્રને  હેરાન કરતા પાણીગેટના માથાભારે યુવકે ફેસબૂક પર લાઇવ થઇને ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વાઘોડિયા રોડ પર ખાણીપીણીની લારી  ચલાવતા રૃદ્ર સંજયભાઇ શાહે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ડિસેમ્બર ૨૦૨૪ થી જૂન ૨૦૨૫ દરમિયાન ડેવિડ ગટુભાઇ કહાર મારી લારી બંધ કરાવી દઇ મારી પાસેથી પાંચ  હજારનો હપ્તો માંગતો હતો.જે અંગે મેં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ગઇકાલે મારી માનીતી બહેન પ્રિયંકાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે,  ડેવિડ કહાર ફેસબૂક પર લાઇવ થયો છે અને તને, તારી માતા અને મારા કાકા લાલીને ગાળો બોલે છે. તેણે મને વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ મોકલ્યું હતું. ડેવિડ મારૃં તથા મારી માતાનું નામ લઇને કહેતો  હતો કે, તમે લોકોએ મારા પર ખોટો કેસ કર્યો છે. હવે તમે જોઇ લેજો. તે ગાળો બોલી ખોટી અફવા ફેલાવી બદનામ કરવાની ધમકી આપતો હતો.