Get The App

ગોંડલ પંથકના જગ વિખ્યાત ગોંડલિયા મરચાનો પાક માવઠાના મારમાં સાફ

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગોંડલ પંથકના જગ વિખ્યાત ગોંડલિયા મરચાનો પાક માવઠાના મારમાં સાફ 1 - image

વરસાદને કારણે ખેતરોમાં જ મરચીનો પાક સડી ગયો : ખેડૂતોની સાથે પરપ્રાંતિય ખેત મજુરોએ પણ મજુરી કામમાં ભાગ રાખી મરચીનું વાવેતર કર્યું હતું તેઓને પણ રડવાનો વારો આવ્યો  

ગોંડલ, : સમગ્ર ભારતમાં જેની મોટા પાયે માંગ રહે છે તે ગોંડલિયા મરચાના છોડને માવઠાના વરસાદનું પાણી લાગી જતાં પાક સડી ગયો છે જેના કારણે ખેડૂતોને કરોડો રૃપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ભાગીદારીમાં ખેતી કરતા શ્રમિકોને પણ નુકસાન ખમવું પડે તેવી સ્થિતિ છે.

તીખાશમાં ઉત્તમ ગણાતાં  ગોંડલીયા મરચાએ ખેડૂતોને મોળા પાડી દીધા છે. કમોસમી વરસાદથી ગોંડલ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.દેશભરમાં પ્રખ્યાત ગોંડલીયું મરચાનો પાક કમોસમી વરસાદે પાક નિષ્ફળ ગયો છે.ગોંડલ તાલુકામાં મોટા પ્રમાણમાં મરચાનું વાવેતર થાય છે અહીં ઉત્પન્ન થતું મળતું દેશને અલગ અલગ રાજ્યમાં જતું હોય છે. ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે. જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ અને મસાલા કંપનીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવે છે. આ વર્ષે મરચાનો પાક કમોસમી વરસાદ ને કારણે  નિષ્ફળ  જતા મરચાનો ભાવ આસમાને  પંહોચે તેવી શક્યતા છે. તાલુકાના ત્રાકુડા, ડૈયા, અનિડા, કોલીથડ, વેજાગામ, હડમતાળા, વેકરી, ચરખડી, પડવલા સહિત અન્ય ગામમાં ગોંડલીયું મરચું સંપૂર્ણપણે બરબાદ થયું છે.

ગોંડલ પંથકમાં મરચાનું  ખાસ કરીને સાનિયા મિર્ચી, ઘોલર મરચું, પટો મરચું કાશ્મીરી મરચું સહિતની વિવિધ જાતોની મરચાની વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. આ મરચાંના ઉત્પાદન માટે ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે મરચીનો પાક ખેતરમાં જ સડી ગયો છે. ખેડૂતો માટે દવા બિયારણ મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડયો છે. કેટલાક ખેતરોમાં તો પરપ્રાંતિય શ્રમિકો મરચાની ખેતીનું મજૂરી કામ ભાગમાં રાખવામાં આવે છે. ત્યારે આવા શ્રમિકો માટે પણ હવે રડવાનો વારો આવ્યો છે.