Gujarat

રિક્ષા પલટી ખાઈ જતા માળીયા(મી)ના જુના મણાબાની પરિણીતાનું મોત

By GS TEAM
15 Jun 20251 min read
રિક્ષા પલટી ખાઈ જતા માળીયા(મી)ના જુના મણાબાની પરિણીતાનું મોત

- માળીયા-હળવદ હાઇવે પર પ્રતાપગઢ નજીક અકસ્માત

- પરિવાર વોટરપાર્કમાં જતો હતો અને અકસ્માત નડયો : રિક્ષા ચાલક સહિત 3 ને ઇજા : ચાલક સામે ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામ નજીક મુસાફર ભરેલી સીએનજી રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષમાં પાછળ સવાર મહિલાનું મોત થયું હતું. જ્યારે રિક્ષાચાલક, તેની પત્ની અને અન્ય બાળક સહીત ત્રણને ઈજા પહોંચી હતી. હળવદ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

માળીયા(મી) તાલુકાના જુના માણાબા ગામે રહેતા લાલિતભાઈ વલ્લભદાસ નિમાવત (ઉ.વ.૪૧) તા.૦૪ જુનના રોજ પત્ની પદ્માબેન અને તેમનો દીકરો ઉત્તમ તેમના કાકાના દીકરા અજયભાઈની પત્ની, લલિતભાઈના કાકાના દીકરા અને  અજયભાઈની સીએનજી રિક્ષામાં ચુલી ગામ નજીક આવેલા વોટરપાર્કમાં જતા હતા. ત્યારે માળીયા-હળવદ હાઇવે રોડ ઉપર અજયભાઈએ પોતાની સીએનજી રિક્ષા પુરઝડપે ચલાવી જતા પ્રતાપગઢ ગામ નજીક રોડ સાઈડમાં આવેલા ખાડામાં પલટી ખાઈ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લલિતભાઈની પત્ની પદ્માબેનને માથામાં ગંભીર ઇજા પહોચતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે રિક્ષા ચાલક અજયભાઇને અને તેમના પત્નીને ખંભામાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી અને લલિતભાઈના દીકરા ઉત્તમને પગમાં મૂંઢ ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૃતક પદ્માબેનના પતિ લલિતભાઇએ હળવદ પોલીસે રિક્ષા ચાલક અજયભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.