Vadodara Police : વડોદરામાં નવા વર્ષ દરમિયાન પોલીસે કડક વલણ અપનાવી 1000 થી વધુ પીધેલાઓને પકડી લીધા પછી પણ હજી તેની અસર દેખાતી નથી, જેને સમર્થન આપતો કિસ્સો ગોરવા વિસ્તારમાં બન્યો છે.
ગોરવા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે એક મહિલા તેના પતિને નશામાં ચકચૂર હાલતમાં લાવી હતી અને પતિને પાઠ ભણાવવા માટે પોલીસને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાનો પતિ લથડિયા ખાતો હતો અને બોલી પણ શકતો ન હતો.
તેણે પુષ્કળ દારૂ પીધો હોવાથી દારૂબંધીના ભંગ બદલ ગુનો નોધી ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પીધેલાનું નામ મહેન્દ્ર જબલસિંગ (હાઉસિંગ બોર્ડ ગોરવા, મૂળ નેપાલ) હોવાનું ખુલ્યું હતું.


