બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતા ઓઢવમાં પોણા બે, જોધપુરમાં સવા ઈંચ સાથે સરેરાશ એક ઈંચ વરસાદ
માંડવીની પોળમાં આવેલી કાકાબળીયાની પોળમાં બે માળનુ જર્જરીત મકાન ધરાશાયી થતાં રસ્તો બ્લોક થયો
અમદાવાદ,શનિવાર,28
જુન,2025
અમદાવાદમાં શનિવારે બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો
આવ્યો હતો. બપોરના ચારના સુમારે શહેરના પાલડી, ઉસ્માનપુરા,
વાડજ ઉપરાંત ઓઢવ, મણિનગર
અને જોધપુર તથા બોડકદેવ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.
સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં ઓઢવમાં પોણા બે, જોધપુરમાં સવા ઈંચ સાથે સરેરાશ એક ઈંચ વરસાદ સાથે સરેરાશ ૨૩.૦૨ મિલીમીટર વરસાદ થતા મોસમનો
૧૪.૮૨ ઈંચ વરસાદ થયો હતો. સાંજના ૬.૪૫ કલાકે માંડવીની પોળમાં આવેલી કાકાબળીયાની
પોળમાં બે માળનુ જર્જરીત મકાન ધરાશાયી થતા રસ્તો બ્લોક થતા કાટમાળને દુર કરાયો
હતો.આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ નહતી.
બપોર સુધી તડકો રહયા પછી ચારના સુમારે વાતાવરણમાં પલટો આવતા
ભારે વીજકડાકા સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડવાની શરુઆત થઈ હતી. ચારથી પાંચના એક
કલાકના સમયમાં ઓઢવમાં ૩૫ મિલીમીટર વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી
ફરી વળ્યા હતા. નિકોલ અને કઠવાડા વિસ્તારમાં પણ આ સમય દરમિયાન એક ઈંચ જેટલો વરસાદ
પડયો હતો. પાલડીમાં ૯ મિલીમીટર જયારે ઉસ્માનપુરા અને ચાંદખેડા વિસ્તારમાં ૧૭
મિલીમીટર જેટલો વરસાદ થયો હતો. ગોતા અને
ચાંદલોડીયા વિસ્તારમાં અડધા ઈંચ વરસાદ પડયો હતો.વાસણા,રાણીપ અને
બોડકદેવ વિસ્તારમાં ૧૨થી ૧૩ મિલીમીટર વરસાદ વરસી પડયો હતો. ધીમી ગતિથી એકધારા વરસી
રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.આ સમયે સરખેજ તથા જોધપુર
વિસ્તારમાં ૧૯ મિલીમીટર વરસાદ થયો હતો.શહેરની મધ્યમાં આવેલા દાણાપીઠ વિસ્તારમાં ૧૫
મિલીમીટર જયારે દુધેશ્વર વિસ્તારમાં ૧૧ મિલીમીટર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર વરસાદી
પાણી ફરી વળ્યા હતા. વટવા વિસ્તારમાં એક કલાકમાં ૨૬ મિલીમીટર જયારે મણિનગર
વિસ્તારમાં ૧૮ મિલીમીટર વરસાદ પડયો હતો. ઉત્તર ઝોનમાં આવેલા મેમ્કો વિસ્તારમાં ૧૬
મિલીમીટર તથા નરોડા વિસ્તારમાં ૧૦ મિલીમીટર વરસાદ થયો હતો.ફાયર વિભાગ તરફથી મળતી
વિગત મુજબ, કાકાબળીયાની
પોળમાં ધરાશાયી થયેલુ જર્જરીત મકાન બંધ હાલતમાં હતુ. બ્લોક થયેલા રસ્તા ઉપરનો
કાટમાળ દુર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો.
કયા વિસ્તારમાં કેટલો વરસાદ
શનિવારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં રાતે ૮ સુધીમાં વરસાદ આ
મુજબ છે.
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકુડીયા ૨૬
ઓઢવ ૪૨
વિરાટનગર ૩૫
નિકોલ ૩૨
રામોલ ૨૬
કઠવાડા ૨૭
પાલડી ૨૦
ઉસ્માનપુરા ૨૨
ચાંદખેડા ૨૧
વાસણા ૧૭
રાણીપ ૧૭
બોડકદેવ ૨૫
સાયન્સસીટી ૧૪
ગોતા ૧૭
ચાંદલોડીયા ૧૪
સરખેજ ૨૮
જોધપુર ૪૨
બોપલ ૨૨
મકતમપુરા ૨૫
દાણાપીઠ ૨૧
દુધેશ્વર ૧૭
મેમ્કો ૨૨
નરોડા ૧૨
કોતરપુર ૧૧
મણિનગર ૩૪
વટવા ૨૮