Get The App

સુરતનું હવામાન બદલાયું, સવારે ઠંડક સાથે છુટાછવાયા છાંટા પડયા

Updated: Apr 14th, 2021

GS TEAM

Google News
Google News


સુરતનું હવામાન બદલાયું, સવારે ઠંડક સાથે છુટાછવાયા છાંટા પડયા 1 - image

-વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સુરતમાં પણ વર્તાઇઃ તાપમાન અડધો ડિગ્રી ઘટીને 38.6  ડિગ્રી

સુરત

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના પગલે આજે શહેરનું હવામાન બદલાતા સવારે આકાશ વાદળોથી ધેરાવાની સાથે અચાનક કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા બાદ ફરીથી હવામાન પૂર્વવત થતા અસહય ગરમીના પગલે તાપમાનનો પારો 38.6 ડિગ્રી નોંધાયો હતો.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન 38.6 ડિગ્રી, લઘુતમ તાપમાન 27.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 37 ટકા, હવાનું દબાણ 1007.5 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 5 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર જોવા મળી રહી છે. જેના કારણે આજે સવારે અચાનક હવામાનમાં પલ્ટો આવતા વાદળછાયુ વાતાવરણ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા હતા. જો કે થોડીવારમાં જ ફરી વાતાવરણ બદલાયુ હતુ. અને આકાશમાંથી સૂર્યદેવતા પ્રગટ થતા ગરમી વરસવા માંડી હતી. હવામાન પલ્ટાના કારણે શહેરીજનોએ આજે સવારે ઠંડક અને ત્યારબાદ ગરમીનો અનુભવ કર્યો હતો.

Tags :