Gujarat

વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો

By GS TEAM
27 Oct 20251 min read
વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો

- વિરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી ખેડૂતો ચિંતિત

વિરપુર : મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટા આવ્યો છે.વિરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

મહિસાગર જિલ્લાના વાતાવરણમાં રવિવારે અચાનક મોટો પલટો આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત, બાલાસિનોર , વિરપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો અને સાંજના સુમારે ઝરમર વરસાદ શરૂ થયો છે. ક્યાંક ક્યાંક હળવા ઝાપટાં પણ પડયાના અહેવાલો છે. તો બીજી તરફ.હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ધામક દૃષ્ટિએ મહત્વપૂર્ણ એવા લાભ પાંચમના શુભ દિવસે જ કમોસમી વરસાદનું મુહૂર્ત થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

તો બીજી તરફ ખેડૂતોએ કાપણી કરેલ પાકને બચાવવા તાડપત્રી ઢાંકી અનેક નુસખાઓ અપનાવ્યા હતા. જા ેકે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની નજર હાલ આકાશ પર મંડાયેલી છે અને તેઓ વધુ વરસાદ ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.