Get The App

વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ ૨૨ ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે

છેલ્લા ૩૬ કલાકમાં નદીનું લેવલ ૯ ફૂટ વધ્યું પ્રતાપપુરાના બે રેડિયલ ગેટ બંધ કરી દેવાયા

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ ૨૨ ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે 1 - image

 વડોદરા,વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી પાણીની આવક સતત ચાલુ રહી છે જેથી તેની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ૩૬ કલાકમાં નદીની સપાટી આશરે ૯ ફૂટ વધી છે. આજે સાંજે નદીની સપાટી ૨૦ ફૂટ થઇ હતી. ગઇકાલે સવારે સપાટી ૧૧ ફૂટ હતી.

વડોદરા મ્યુનિ.કમિશનર અરૃણ મહેશ બાબુ અને કોર્પોરેશનના અધિકારીઓએ મોડી સાંજે કાલાઘોડા બ્રિજ જઇ નદીમાં પાણીના લેવલનું નિરીક્ષણ કર્યું હતું. કમિશનરે જણાવ્યું હતું કે નદીનંથ લેવલ ૨૬ ફૂટ સુધી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. લેવલ ૨૦ થી ૨૨ સુધી જળવાઇ રહે તેવો પ્રયાસ કરાશે. નદીનું ભયજનક લેવલ ૨૬ ફૂટ છે.

હાલ વડોદરામાં સ્થિતિ ચિંતાજનક નથી. ૯૮ ટકા વિસ્તારમાં સમસ્યા નથી. જે બે ટકામાં તકલીફ છે તે વડસર-કોટેશ્વર વિસ્તાર છે. જ્યાં દર વખતે વિશ્વામિત્રીનું લેવલ વધે એટલે પાણી ભરાય છે.

વિશ્વામિત્રી પ્રોજેકટની જે કામગીરી કરાઇ છે તેમાં નદીને પહોળી અને ઊંડી કરાઇ છે. કાંસ અને નાળા વ્યવસ્થિત કરાયા છે. જેથી પાણી ઝડપથી નીકળી રહ્યા છે. 

જો ગયા વખતની સ્થિતિની આ વખતે પણ હોત તો નદીમાં ૨૪  ફૂટ પાણીનું લેવલ હોત. અગાઉ નદીની વહન ક્ષમતા ૭૫૦ ક્યુમેક્સ (ક્યુબિક મીટર ૫૨ સેકન્ડ) હતી, જે વધીને ૧૧૫૦ ક્યુમેક્સ થઇ છે. શહેરના પાણી ભરાય તેવા ૨૧૬ સ્થળો પર પાણી ભરાયાં નથી.

પ્રતાપપુરા અને આજવામાંથી અત્યાર સુધીમાં ૧૫ ક્યુબિક મીટર પાણી છોડાયું છે. હાલ પ્રતાપપુરા સરોવર કોઇ સમસ્યા નથી. પ્રતાપપુરાના બે રેડિયલ ગેટ બંધ કર્યા છે.

સ્થાનિકસ્તરે અને આજવા સરોવરમાં હવે વરસાદની શી સ્થિતિ છે તેના આધારે નિર્ણય લેવાશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો લોકોનું સ્થળાંતર કરવાની અને ફૂડ પેકેટ પહોંચાડવા સહિતની કામગીરી કરાશે.