Get The App

નવી સિવિલમાં ટાંકી ઉભરાતા કલાકો સુધી પાણીનો ધોધ પડયો

Updated: Nov 25th, 2021

GS TEAM

Google News
Google News
નવી સિવિલમાં ટાંકી ઉભરાતા કલાકો સુધી પાણીનો ધોધ પડયો 1 - image


- હીમોફીલિયા સેન્ટરની પાછળ અને મેડિસિન વિભાગની પાસે ગંદા પાણીનો ભરાવો થતા મચ્છરનો પણ ઉપદ્રવસુરત :
   સુરત :

 નવી સિવિલ હોસ્પિટલના હીમોફીલિયા સેન્ટરની ઉપર પાણીની ટાંકી ઉભરાતા કલાકો સુધી પાણીનો ધોધ વહ્યો હતો. જેના લીધે પાણીનો ભરાવો થતાં મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો  છે.

 પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં હીમોફીલિયા સેન્ટરના ઉપર બીજા માળે અગાસીમાં પાણીની ટાંકી મૂકવામાં આવી છે. પણ છેલ્લા કેટલાક સમયથી પાણીની ટાંકી ઉભરાય છે. તે પાણીનો   નિકાલ માટે પ્લાસ્ટિકના પાઇપ મૂકવામાં આવેલા છે. પણ પ્લાસ્ટિકનો પાઇપ પણ તૂટેલો હોવાથી પાણીનો ધોધ કલાકો સુધી નીચે પડયા કરે છે. જેને લીધે હીમોફીલિયા સેન્ટરના પાછળના ભાગે અને પોલીસ   ચોકી બાજુમાં ગંદા પાણીનો ભરાવો થયો છે. જેને લીધે ત્યાં મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો  છે.  આ ઉપરાંત સિવિલના મેડિસિન વિભાગના બીજા માળે પણ અવાર નવાર ટાંકી ઉભરાતા પાણી નીચે પડે  છે. તેથી ત્યાં પણ ગંદા પાણીનો ભરાવો થયો છે અને મચ્છરો ઉપદ્રવ વધ્યો  છે.  રોગ મટાડતી સિવિલ હોસ્પિટલમાં જ મચ્છરોનો ઉપદ્રવ થતા ં ફરજ બજાવતા કર્મચારીઓ સહિતના વ્યક્તિઓને બીમાર પડવાનો ભય સતાવી રહ્યો  છે.  આ અંગે સિવિલના અધિકારીને જાણ થતા ટાંકી માંથી પાણી વહેતુ બંધ કરાવવા માટે સૂચના આપી હતી.

Tags :