Get The App

ત્રણ જિલ્લામાં નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપી બે વર્ષ બાદ ઝડપાયો

Updated: Feb 27th, 2022

GS TEAM

Google News
Google News
ત્રણ જિલ્લામાં નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપી બે વર્ષ બાદ ઝડપાયો 1 - image

વડોદરા તા.27

વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામનો વિજય રમેશ મુનિયા અંકોડિયા કેનાલ પાસે આવવાનો છે તેવી બાતમીના આધારે જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોર્ડે અંકોડિયા કેનાલ પાસે વોચ ગોઠવી વિજયને ઝડપી પાડયો હતો તેની સામે નોંધાયેલા અડધો ડઝન જેટલા ગુનાઓમાં તે વોન્ટેડ છે. છેલ્લા બે વર્ષથી ત્રણ જિલ્લાની પોલીસ તેને શોધતી હતી.