Gujarat

નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગ તરફની દિવાલ નમી ગઇ

By GS TEAM
29 Nov 20251 min read
નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગ તરફની દિવાલ નમી ગઇ

- તૂટેલા હિસ્સા છતાં મહાનગરપાલિકાની બેદરકારી 

- રહેણાંત વિસ્તારની સામે જોખમી બનેલી દિવાલના સમારકામમાં તંત્રની ઉદાસિનતા 

નડિયાદ : નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગા તરફની દિવાલ નમી ગઇ છે. તૂટેલા હિસ્તો છતાં મહાનગરપાલિકા બેદરકારી દાખવી રહ્યું હોવાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. 

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખેતા તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ દિવાલના સમારકામને અવગણના કરવામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે. ખેતા તળાવની દેસાઇ વગા તરફના રહેણાંક વિસ્તારની સામે જ જર્જરિત દિવાલ આવેલી છે. આ દિવાલનો એક હિસ્સો સંપૂર્ણપણે તૂટી ગયો છે. દિવાલની આસપાસનો મોટોભાગ પણ નીચે તરફ નમી ગયો છે. દિવાલની જોખમી સ્થિતિ છતાં મનપા તંત્ર નિંદ્રાધિન જણાઇ રહ્યું છે. તંત્ર તાત્કાલિક ધોરણે નમેલી અને તૂટેલી દિવાલનું સમારકામ કરાવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.