ભળતો વિડીયો વાયરલ કરી લખ્યું, ક્યાંક 'રો-રો ફેરી ટાઇટેનિક ના બની જાય..'

નુક્સાનગ્રસ્ત વિદેશની ફેરીને હજીરા-ઘોઘા રો-રો ફેરી દર્શાવી ભય ફેલાવનાર સુરત - સુરેન્દ્રનગરના 2 શખ્સને જેલભેગા કરાયા : કમેન્ટમાં લખ્યું હતું, હજીરાથી ઘોઘા રો-રો ફેરી ચાલે છે એ વાહન છે, જે જીવતા સમાધિ લેવડાવશેઃ જેને જીવતા સમાધિ લેવી હોય તેમણે મુસાફરી કરવી
સુરત,/સુરેન્દ્રનગર : સોશ્યિલ મિડીયામાં છેલ્લા કેટલાક દિવસથી હજીરા-ઘોઘો રો રો ફેરી એટલે કે જે જહાજમાં ચાલે છે તે નુકશાનગ્રસ્ત છે અને ગમે ત્યારે જળ સમિલા લે એમ છે જેથી જેમણે જીવતા સમાધિ લેવી હોય તેઓ આની મુસાફરી કરે અને રો-રો ફેરી કયાંક ટાઇટેનિક બની જશે એવા લખાણ સાથેનો વિડીયો વાયરલ થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જો કે પોલીસ તપાસ અંતર્ગત વિડીયો વિદેશી રો-રો ફેરીનો હોવાનું જણાતા વિડીયો વાયરલ કરનાર સુરત અને સુરેન્દ્રનગરના બે યુવાનની ધરપકડ કરી હતી.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશ્યિલ મિડીયામાં છેલ્લા કેટલાક દિવસથી એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં વાહનો પાર્ક થયેલી રો રો ફેરીના મેઇન સપોટને વેલ્ડીંગ વાળું છે. પરંતુ દરિયામાંથી પસાર થઇ રહેલી ફેરીનું આ વેલ્ડીંગ વચ્ચેનો જોઇન્ટ છૂટો પડી ગયો હોવાનું બતાવતો વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં કોમેન્ટ કરી હતી કે આ હજીરાથી ઘોરા રો-રો ફેરી ચાલે છે એ વાહન છે, જે જીવતા સમાધિ લેવડાવશે. જેને જીવતા સમાધિ લેવી હોય તેમણએ આની મુસાફરી કરવી, બાકી શોર્ટકટ હરહંમેશ જોખમી હોઇ શકે છે એ સાંભળ્યં હતું પણ આજે જોવા પણ મળી ગયું. ઉપરાંત ભાવનગરથી સુરત જતા રો રો ફેરીમાં ઘ્યાન રાખજો, ફેરી કયાંક ટાઇટેનિક ના બની જાય, જૂના ખાખરાને અલંગમાં ભાંગી નવી શીપ લાવો નહીંતર કેટલાયનો ભોગ લેવાય જશે એવો વિડીયો પોસ્ટ કરી કોમેન્ટ કરી હતી. જેને પગલે હજીરા-ઘોઘા રો-રો ફેરી થકી મુસાફરી કરનારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ અંગેની જાણ રો રો ફેરી સર્વિસનું સંચાલન કરતા ટર્મીનલ ઇન્ચાર્જ વિજય માંડળભાઇ વાઢેર (ઉ.વ. 42 રહે. અષ્ટ વિયાનક રેસીડન્સી, ઇચ્છાપોર બસ સ્ટોપ નં. 2, હજીરા રોડ) ને થતા પોલીસમાં અરજી કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી સોશ્યિલ મિડીયા ઉપર વિડીયો અપલોડ કરી કોમેન્ટ કરનાર ડીજેના ધંધાર્થી મહેશ ભવાન પરમાર (રહે. અનીડા, તા. વઢવાણ, સુરેન્દ્રનગર) અને જમીન દલાલ સંદીપ બેચર ધોરીયા (રહે. નટવર નગર, સીમાડા નાકા, નાના વરાછા) ની ધરપકડ કરી છે.
નુક્સાનગ્રસ્ત ફેરીનો વિડીયો સ્ક્રીન રેકોર્ડ કર્યો હતો
હજીરા-ઘોઘા રો રો ફેરીની મુસાફરી જોખમ કારક હોવાના નામે વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસ કરી મહેશ પરમારની ધરપકડ કરી હતી. મહેશની પૂછપરછ કરતા તેણે સોશ્યિલ મિડીયા ઉપર સંદીપ ઢોળીયાના આઇડીમાંથી કોપી કર્યાની કબૂલાત કરતા પોલીસ સંદીપના ઘરે પહોંચી હતી. પોલીસે સંદીપની પૂછપરછ કરતા નુકસાનગ્રસ્ત ફેરીનો વિડીયોો સોશ્યિલ મિડીયા ઉપર જોઇ સ્કીન રેર્કોડીંગ કર્યુ હતું અને હજીરા-ઘોઘા રો રો ફેરી હોવાના અનુમાન સાથે વિડીયો અપલોડ કરી કોમેન્ટ કર્યાની કબૂલાત કરી હતી.








