વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત

- દિવાળીના મહાપર્વ પર ગરબાડા ગાંગરડી સહિત પંથકમાં
- સ્વજનોના મૃત્યુ બાદ સૌથી મોટો તહેવાર દિવાળી હોવાથી અને આ દિવસે સર્વ પિતૃ અમાવસ પણ હોય છે
ગરબાડા ગાંગરડી સહિત પંથકમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની દિવાળીના દિવસે વહેલી પરોઢે આંખો ઉગાડવાની પરંપરા વર્ષો વર્ષથી ચાલી આવી છે.
જે પરંપરા આજે પણ યથાવત છે.દિવાળીનો તહેવાર મૃતક સ્વજનો માટે આ દિવસે મૃતક સ્વજનોની આંખો ઉગાડવામાં આવે છે.જે વિિધમાં વર્ષ દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેના પરિવારજનો દિવાળીના દિવસે વહેલી પરોઢે સવારના પાંચ કલાકે બ્રહ્મ મુહૂર્તમાં ભેગા થાય છે અને તળાવ આૃથવા સરોવરના કિનારે જાય છ. જ્યાં આંકડાની ડાળની લાકડીઓ આૃથવા તો એરંડીના ડાળની લાકડીઓ વડે એક ઝૂંપડી બનાવવામાં આવે છે.
સ્ત્રીનું મૃત્યુ થયું હોય તો તે ઝૂંપડી ઉપર લાલ કપડું ઢાંકવામાં આવે છે અને પુરુષનું મૃત્યુ થયું હોય તો તેના પર સફેદ કપડું ઢાંકવામાં આવે ેછે તથા માટીની કુલડીમાં પાણી અને બે કોડી તથા મનગમતી વાનગી નૈવેધ મૂકવામાં આવે છ.
જેમ કે પૂરી, ભજીયા, બુંદી, ગાંઠિયા વગેરે દીવો અગરબત્તી કરાય છે. પરિવારના લોકો વારાફરતી વંદન કરીને નૈવેદ અર્પણ કરે છે.આ વિિધ કરવાથી મૃતક સ્વજન પિતૃઓ તૃપ્ત થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે.