બાંગ્લાદેશનાં તટીય વિસ્તારનો શ્વાનમુખી સાપ પોરબંદરમાં જોવા મળતા રોમાંચ
મીઠા અને ખારા પાણીનો જ્યાં સંગમ થાય ત્યાં શ્વાનમુખી સાપનું રહેણાંક : ભારતમાં સૌપ્રથમ આ સાપ આસામના નાલબારી જિલ્લામાં જોવા મળ્યો હતો : ખાડી વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરાયું
પોરબંદર, : બાંગ્લાદેશના તટીય વિસ્તારમાં જોવા મળતોશ્વાનમુખી સાપ તેના મુળ નિવાસથી ઘણે દૂર પોરબંદરમાં જોવા મળતાં સર્પ પ્રેમીઓમાં રોમાંચ છપાયો હતો. તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પોરબપંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નં. 9ના ખાડી કાંઠે એક મકાનમાં વિચિત્ર પ્રકારનો સાપ નજરે ચડતાં સ્નેકકેચરને જાણ કરવામાં આવી હતી. તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી સાપને નિહાળી રોમાંચિત થયા હતા. કારણ કે પોરબંદરમાં વર્ષો પછી શ્વાનમુખી જાતિનો આ સાપ જોવા મળ્યો હતો. શહેરી વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળતા. આ સાપનું મુખ શ્વાન જેવું હોવાથી તેને શ્વાનમુખી તરીકે ઓળખાય છે. મીઠા અને ખારા પાણીનો સંગમ થતો હોઇ તેવા વિસ્તારમાં આ સાપ દેખાય છે. સૌ પ્રથમ વાર આસામના નાલબારી જિલ્લામાં જોવા મળ્યો હતો. બાંગ્લાદેશના તટીય વિસ્તારમાં જોવા મળતો અંશતઃ ઝેરી સાપ પોરબંદરમાં દેખાતા સર્પ પ્રેમીઓ રોમાંચિત થયા હતા.