Get The App

ન્યુ સમાના મકાનમાંથી 25 તોલા દાગીના અને 4 લાખ કેશ ચોરનાર ચોરો અપટુડેટ થઇ આવ્યા હતા, ઓળખવા મુશ્કેલ

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ન્યુ સમાના મકાનમાંથી 25 તોલા દાગીના અને 4 લાખ કેશ ચોરનાર ચોરો અપટુડેટ થઇ આવ્યા હતા, ઓળખવા મુશ્કેલ 1 - image

વડોદરાઃ ન્યુ સમા રોડની સોસાયટીમાંથી દાગીના અને રોકડ ચોરી જનાર ચોરો અપટુડેટ થઇને આવ્યા હતા.જેથી પોલીસ માટે પણ તેમની ઓળખ મુશ્કેલ થઇ છે.

નંદનવન સોસાયટીમાં રહેતા નરેશભાઇ પટેલ તેમના પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે તા.૧૪મીએ રાતે ૨વાગે ચોરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા અને ૨૫ તોલાથી વધુ દાગીના તેમજ રોકડા રૃ.૪ લાખ ચોરી ગયા હતા.

સમગ્ર બનાવ કેમેરામાં કેદ થતાં પોલીસે આરોપીઓની ઓળખ માટે પ્રયાસ કર્યો હતો.બંને ચોરોએ પેન્ટ-શર્ટ અને બૂટ પહેર્યા હતા.પહેલી નજરે તેમને કોઇ ચોર માને નહિ તેમ હતું.ચોરો સાથે ત્રીજો પણ એક સાગરીત વોચમાં હોવાનું મનાય છે.પોલીસ રીઢા ચોરોના ફોટા સાથે તેમના ચહેરા સરખાવી રહી છે.પરંતુ ચોરો ઓળખાય તેવી સ્થિતિમાં લાગતા નથી.જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસની પણ મદદ લેવામાં આવી છે.