જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar District Panchayat : જામનગરની ભાજપ શાસિત જિલ્લા પંચાયત અને જિલ્લાની ભાજપ શાસિત છ તાલુકા પંચાયતોના ચુંટાયેલા સભ્યોની ટર્મ આજે તા.16 માર્ચના રોજ પૂરી થાય છે. ત્યારે જિલ્લા પંચાયત અને તમામ તાલુકાઓમાં વહિવટદારનું શાસન આવતી કાલે મંગળવારથી લાગુ પડી જશે. હાલ સંભવત વહિવટદાર તરી ડી.ડી.ઓ. અંકિત પન્નુને જવાબદારી સોંપાશે. અન્યથા કોર્પો.ની માફક સરકાર દ્વારા અલગથી વહિવટદાર મુકાય તો નવાઈ નહી.
આગામી ચુંટણી માટે બેઠકોના અનામતના જાહેર થયેલા નવા રોટેશનમાં સંખ્યાબંધ સક્ષમ સભ્યો અગામી ચુંટણી માટે ટીકીટની દાવેદારી જ કરી શકે તેમ નથી. આમ નવા અનામત રોટેશનથી નોરીપીટ થિયરી જેવી અસર સર્જાઈ છે.
જામનગરની 6 તાલુકા પંચાયતોમાં ભાજપાનું શાસન છે. જેની પણ મુદ્દત આજે સાંજે પુરી થતી હોવાથી વહિવટદાર તરીકે જામનગર, ધ્રોળના તાલુકા વિકાસ અધિકારીઓ વહિવટ સંભાળશે. જિલ્લામાં આગામી સમયમાં જ ગ્રામીણ રાજકારણમાં પણ ચુંટણીનો ગરમાવો જોવા મળશે.
જામનગર જિલ્લા પંચાયતની વાત કરીએ તો વર્ષ 2021ની ચુંટણીમાં જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી 19 બેઠકો મેળવીને સુકાન ભાજપાએ સંભાળી હતી. વિપક્ષના કોંગ્રેસના ફાળે માત્ર એક બેઠક આવી હતી. પંચાયતની અહી વર્ષની પ્રથમ ટર્મમાં પ્રમુખ તરીકે ધરમશીભાઈ ચનિયારા અને બીજી ટર્મના પ્રમુખ તરીકે મેયબેન ગરસર રહ્યા હતા.









