કોરોના ઇફેક્ટ :કુબેર ભંડારી મંદિરમાં અમાસના દર્શન નું મહત્વ છતાં મંદિર બંધ રહેશે
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિર અમાસના દિવસે તારીખ નવમીના રોજ બંધ રાખવાનો નિર્ણય કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરમાં અમાસ ના દર્શન નું મહત્વ રહેલું છે અમાસને દિવસે અસંખ્ય ભાવિક ભક્તો દર્શન માટે આવે છે હાલમાં ગુજરાત સરકારે કોરોના મહામારી ની ગાઈડલાઈનના નિયમોનો અમલ કરી ધાર્મિક સ્થાનો દર્શનાર્થે શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે કુબેર ભંડારી મંદિર પણ ભાવિક ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લુ રાખવામાં આવે છે પરંતુ અમાસના દિવસે અસંખ્ય ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડે છે તે બાબતને ધ્યાનમાં રાખી હાલની કોરોના મહામારી ની પરિસ્થિતિ અંગે કુબેરેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ વિચાર વિમર્શ કરી ભાવિક ભક્તોના હિતમાં તારીખ નવમીના રોજ અમાસના દિવસે કુબેર ભંડારી મંદિર ભાવિક ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કુબેર ભંડારી મંદિરના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે તારીખ ૧૦મીથી રોજ સવારે 6.30 કલાકથી સાંજે 7. 30 કલાક દરમિયાન ભાવિક ભક્તો પુનઃ કુબેર ભંડારી મંદિર ના દર્શન કરી શકશે.તેમજ કુબેર ભંડારી મંદિર ખાતે અમાસ ભરતા ભાવિક ભકતો online દર્શન કરી શકશે.