શિક્ષણ સમિતિના શિક્ષિકા ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને ભણાવશે
ફી નહી ભરી શકતા ધ-1થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન મટીરીયલ પીડીએફ ઉપલબ્ધ કરાવી વિનામૂલ્યે શિક્ષણ આપશે
સુરત,
તા. 27 જુલાઈ, 2020, સોમવાર
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષિકાએ ફી નહી ભરી શકવાને કારણએ ઓનલાઇન અભ્યાસથી વંચિત રહેતા ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસ મટીરીયલ અપલોડ કરી આપવાની તૈયારી દર્શાવી છે.
વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું જોઈ રાંદેર ઝોનની સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકા આચાર્યા રૃપાબેન ત્રિવેદીએ ખાનગી સ્કૂલોના ધોરણ-1થી 8 ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તૈયારી દર્શાવી છે.
ખાનગી સ્કુલમાં ફી ન ભરી શકતાં વિદ્યાર્થીના વાલીઓ આચાર્યોનો સંપર્ક કરી શકે છે. આવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં જરૃર હોય તેવું મોટા ભાગનું મટીરીયલ્સ, પીડીએફ ફાઈલ, પીડીએફ બુક ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિજીટીલ પાઠ ભણાવાશે. કેટલીક લીંક પણ અપાશે જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે.
ઉપરાંત ધો. 6થી 8માં વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાાનમાં મુશ્કેલી પડે છે તેના માટે પણ કેટલીક એપ્લીકેશન આપશે. શિક્ષિકા વર્ચ્યુઅલ ક્લાસીસ પણ ચલાવશે. રૃપાબેને કહ્યું કે, આફતને અવસરમાં બદલીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપીશું. ફી નહી ભરી શકતા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપીશું.