Get The App

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ : ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી

Updated: Nov 5th, 2022

GS TEAM

Google News
Google News
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ : ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી 1 - image


- મતદાનના દિને 26 હજાર પોલીંગ બુથનું જીવંત વેબ કાસ્ટીંગ 

અમદાવાદ,તા.5 નવેમ્બર 2022,શનિવાર 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહી, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર એકદમ સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે વિશેષ પ્રકારે સી-વીજીલ(c-VIGIL)મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.

રાજયમાં કોઇપણ નાગરિક આચારસંહિતા ભંગની ફરિયાદ કરી શકે તે માટે સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ

ફરિયાદોના ઝડપથી નિકાલ અને ચૂંટણી પર નિયંત્રણ માટે જિલ્લા કક્ષાએ તેમજ ગાંધીનગરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં ૭,૧૩,૭૩૮નો વધારો થયો છે. જે ૧.૪૭ ટકા છે. તા.૧૦-૧૦-૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે. જે પૈકી ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો અને, ૨,૫૩,૩૬,૬૧૦ પુરૂષ મતદારો છે. ગુજરાતમાં ૧,૪૧૭ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે.  ૮૦ વર્ષ કે તેથી વધુ વયના ૯,૮૭,૯૯૯ મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં ૧૦,૪૬૦ મતદારો શતાયુ એટલે કે ૧૦૦ વર્ષ કે તેનાથી વધુ વયના છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ૧૮ વર્ષની વયે પહોચેલા ૩,૨૪,૪૨૦ યુવા મતદારો પણ મતદાર યાદીમાં નોંધાયા છે. 

તેમણે વધુમાં ઉમેર્યું કે, આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ફરીયાદ હવે ઓનલાઈન અને રીયલ ટાઈમમાં થઈ શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ (c-VIGIL) મોબાઈલ એપ મારફતે કોઈપણ અરજદાર કોઈપણ સ્થળેથી આ અંગેની ફરિયાદ કરી શકશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે તમામ જિલ્લાઓમાં ફ્લાઈંગ સ્કવોડ, એકાઉન્ટીંગ ટીમ, વીડીયો વ્યૂઈંગ ટીમ અને વીડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની અદ્યતન સુચનાઓ મુજબ તમામ જિલ્લા તંત્રને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે આઈ.ટી. ઈનીશીએટીવ અંતર્ગત GEEMs App- (Gujarat Election Expenditure Monitoring Application)તૈયાર કરવામાં આવી છે. 

Tags :