સિવિલમાં કોવિડ અને નોન કોવિડ દર્દીઓ માટે ડૉકટરોની વ્યવસ્થા કરવા અંગે તંત્ર મુંઝવણમાં
કોરોના સિવાયની તકલીફો ધરાવતા દર્દીઓને દાખલ કરવામાં તો આવી રહ્યા છે પરંતુ તેમને સારવાર માટે ડૉક્ટરની વ્યવસ્થા કરવા મનોમંથન
સુરત,
તા. 26 જુલાઈ, 2020, રવિવાર
સુરત શહેરમાં કોરોના વકરી રહ્યો હોવાથી સરકારી તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલને સંપૂર્ણ કોરોના માટે ફેરવવામાં આવી છે તેવા સમયે કોરોના સિવાયના અન્ય તકલીફ ધરાવતા કેટલાક દર્દીઓને પણ સિવિલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. જેથી સિવિલ તંત્રને કોવિડ અને નોન કોવિડ દર્દી માટે ડોકટરની કઇ રીતે વ્યવસ્થા કરવી તે અંગે મુંઝવણ છે.
નવી સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ કોવિડમાં ફેરવાઇ ગઇ હોવાથી કોરોના સિવાયના અન્ય તકલીફ કે અન્ય બિમારીના દર્દીઓને સારવાર માટે ક્યાં દાખલ કરવા તે અંગે થોડા દિવસ પહેલા તંત્ર મુંઝવણમાં મુકાયું હતું. બાદમા સિવિલના ટ્રોમા સેન્ટરના ઓબ્ઝર્વેશન હોલમાં અને ત્યાંના ઉપરના માળે બેડ રાખીને સારવાર અપાઇ રહી હતી. અગાઉ કોરોના સિવાયના અન્ય તકલીફવાળા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાતા હતા. પણ હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ઓર્થોપેડીક વિભાગના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. એક તરફ કોવિડના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી સિવિલ સહિત અન્ય જીલ્લામાંથી આવેલા ડોકટર અને નર્સિંગ સ્ટાફ ત્યાં ફરજ બજાવી રહ્યા છે. જયારે બીજી તરફ નોન કોવિડના દર્દી દાખલ થઇ રહ્યાં છે. આ દર્દીઓને સારવાર આપવા માટે ડોકટર સહિતની સ્ટાફની કેવી રીતે વ્યવસ્થા કરવી તે અંગે તંત્ર મુંઝવણ અનુભવી રહ્યુ છે.
સિવિલના પાંચ
દર્દીની સફળ સર્જરી કરાઇ
સિવિલ હોસ્પિટલમાં કોરોના સિવાયના અન્ય તકલીફ
ધરાવતા કેટલાક દર્દીઓ વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. સિવિલના નોન
કોવિડ માટે અલાયદા વોર્ડ અને અલાયદા ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઓર્થોપેડીક વિભાગના ડોકટરોની ટીમે હાલમાં પાંચ સફળ સર્જરી કરી હતી.જેમાં
મહારાષ્ટ્રના નંદુરબારમાં રહેતો ૨૧ વર્ષીય અજય મોહીત તેના ભાઇ વિજય સાથે બાઇક પર
જતો હતો.ત્યારે મહારાષ્ટ્રના સાકરી પાસે અકસ્માત થયો હતો.જેમાં બંનેને ઇજા થતા સુરત
સિવિલમાં દાખલ કર્યા હતા.જયાં શનિવારે અજયના ડાબા પગના જાંધના હાડકાનું ફેકચરનું
સફળ ઓપરેશન થયું હતુ.ં