For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉકાઇ ડેમની સપાટી ડેન્જર લેવલથી ચાર ફુટ ઓછી, 85,000 ક્યુસેક પાણી છોડાયું

પહેલીવાર ઉકાઇ ડેમના દરવાજા ખોલાયા, કાકરાપાર ઓવરફ્લો

Updated: Sep 13th, 2021


- ઉપરવાસમાં વરસાદ જારી રહેતા ઉકાઇ ડેમની સપાટી 342 ફુટની નજીક જતા બપોરે ચાર બાદ સાંજે બીજા ચાર દરવાજા ખોલવા પડયા

       સુરત

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી ભયજનક લેવલ 345 ફૂટ થી સપાટી ચાર ફૂટ જ છેટી હોવાથી ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત બપોરે ચાર દરવાજા ચાર ફુટ ઓપન કર્યા બાદ મોડી સાંજે સાત વાગ્યે બીજા ચાર દરવાજા ચાર ફૂટના ખોલીને કુલ આઠ દરવાજા અને હાઇડ્રોમાંથી 85,000 કયુસેક પાણી છોડીને રૃલલેવલથી ઉપર વહી રહેલી સપાટી નીચી લાવવા કવાયત શરૃ કરી દેવાઇ છે.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં ટેસ્કા થી લઇને છેક ઉકાઇ ડેમ સુધીના કેચમેન્ટમાં મેઘરાજા મુશળધાર વરસ્યા છે. સરેરાશ એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ વરસાદની સાથે જ આજે સવારે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થઇને 75,000 કયુસેક થઇ હતી. તો બીજી તરફ ચાર હાઇડ્રોમાં 22,000 કયુસેક જ પાણી છોડાઇ રહ્યુ હતુ. અને સપાટી પણ રૃલલેવલ 340 ફૂટ થી સવા ફુટ વધીને 341.17 ફૂટ નોંધાઇ હતી. આમ સપાટી વધુ હોવાની સાથે જ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો હોવાથી સતાધીશોએ જે 22,000 કયુસેક પાણી છોડી રહ્યા હતા. તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. અને આજે બપોરે સાડા બાર વાગ્યે ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત ઉકાઇ ડેમના ચાર દરવાજા ચાર ફુટના ખોલીને 30,000 કયુસેક પાણી છોડવાની શરૃઆત કરાઇ હતી. સાથે જ 1,000  કયુસેક કેનાલમાં છોડાઇ રહ્યુ છે.

બપોરે સાડા બાર વાગ્યા થી ઉકાઇ ડેમમાંથી 53,000 કયુસેક પાણી છોડયા બાદ ઉપરવાસની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોડી સાંજે બીજા ચાર દરવાજા ચાર ફૂટનો ખોલીને કુલ્લે 85,000 કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. મોડી સાંજે ઉકાઇ ડેમની સપાટી 341.38 ફૂટ નોંધાઇ હતી.

 

કેચમેન્ટમાં વરસાદની સિઝન લેઇટ, ગયા વર્ષે દિવાળીમાં પાણી છોડાયું હતું

છેલ્લા બે વર્ષથી ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદની સિઝન મોડી ચાલી રહી છે. તેથી વરસાદના વળામણા થવાના હોય ત્યારે જ દેમાર વરસાદ શરૃ થતો હોવાથી ડેમના સતાધીશોની સપ્ટેમ્બરમાં કસોટી થાય છે. ગત વર્ષે તો દિવાળીના દિવસે પણ ઉકાઇ ડેમમાંથી પાણી છોડવુ પડયુ હતુ. આ વર્ષે પણ આવી સ્થિતિનું નિમાર્ણ થઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. 

Gujarat