Get The App

ઉકાઇ ડેમની સપાટી ભયજનક લેવલથી સવા ફૂટ દૂર

Updated: Sep 25th, 2022

GS TEAM


Google News
Google News
ઉકાઇ ડેમની સપાટી ભયજનક લેવલથી સવા ફૂટ દૂર 1 - image

  

સુરત

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદ બંધ થવાની સાથે જ પાણીની આવકમાં ઘટાડો થઇને આજે સાંજે ૪૭૦૦ કયુસેક થઇ ગઇ હતી. જોકે, ઉકાઇ ડેમની ભયજનક સપાટીથી હવે સપાટી સવા ફૂટ જ દૂર છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લેવાની સાથે જ નાના મોટા ડેમ, વિયર, બેરેજમાંથી પણ પાણી છોડવાનું ઘટાડાયું છે. જેના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક પણ ઘટી રહી છે. આજે સવારે છ વાગ્યે ૫૭ હજાર કયુસેક ઇનફલો આવ્યા બાદ ૧૨ કલાક પછી ઘટીને સાંજે છ વાગ્યે ૪૭૦૦ કયુસેક થઇ ગયો હતો. જયારે સતત કેનાલ વાટે ચાર હાઇડ્રોમાં ૨૨ હજાર કયુસેક પાણી છોડવાનું ચાલુ રાખ્યુ છે. સાંજે છ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૪૩.૭૭ ફૂટ નોંધાઇ હતી. જે ઉકાઇ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ કરતા હવે સવા ફૂટ જ દૂર છે.


Tags :