ઉકાઇ ડેમની સપાટી છેલ્લા 24 કલાકથી 323.46 ફૂટ પર સ્થિર
સુરત , તા. 20 જુલાઇ, 2020, સોમવાર
સુરત જિલ્લામાં મેઘરાજાના વિરામની સાથે જ ઉકાઇ ડેમમાં પણ વરસાદ બંધ રહેતા છેલ્લા ૨૪ કલાકથી ઉકાઇ ડેમની સપાટી 323.46 ફૂટ પર સ્થિર રહી છે.
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં આજે પણ વરસાદે સંપૂર્ણ વિરામ લીધો હતો. તો ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદ બંધ રહ્યો હતો. સાથે જ હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનુ ઘટાડી દઇને ૪૫૦૦ કયુસેક થઇ ગયુ હતુ. દરમ્યાન ઉકાઇ ડેમમાં આજે પાણીની આવક ઘટીને ૬,૦૦૦ કયુસેક થઇ ગઇ હતી. આટલુ જ પાણી હાઇડ્રો અને કેનાલમાં પાણી છોડવાનું ચાલુ રાખતા છેલ્લા ૨૪ કલાકથી ઉકાઇ ડેમની સપાટી ૩૨૩.૪૬ ફૂટ પર સ્થિર રહી હતી. ઉકાઇ ડેમનું રૃલલેવલ ૩૩૩ ફૂટ છે. ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.