Gujarat

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

By GS TEAM
12 Feb 20261 min read
ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

હાંસલપુર જી.આઈ.ડી.સીમાં

બલ્બ લગાવવાના બાકી હોવાથી રોડ અંધકારમય ઃ શ્રમિકો, સ્થાનિકોની લાઈટો શરૃ કરવાની માંગ

માંડલમાંડલ તાલુકાના હાંસલપુર બાયપાસ સ્થિત જી.આઈ.ડી.સી વિસ્તારના ટીપી રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટોના થાંભલા તો નાખવામાં આવ્યાં છે પરંતુ હજુ સુધી બલ્બ લગાવવાની કામગીરી બાકી હોવાથી આ થાંભલાઓ શોભાના ગાંઠીયા સમાન બન્યાં છે.

જી.આઈ.ડી.સી.માં આવેલ વિવિધ ઓટો કંપનીઓમાં રાતની શીફ્ટમાં નોકરીએ આવતાં જતાં પગપાળા શ્રમિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રે ચાલતાં લોડીંગ વાહનોને લઈ અંધારું હોવાથી અકસ્માતોનો પણ ભય રહેલો છે. ત્યારે આવડા મોટાં ઔદ્યોગિક વિસ્તારોમાં રાત્રે અંધારપટ્ટ હોવાથી સ્થાનિકો અને શ્રમિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ સ્ટ્રીટ લાઈટની આગળની કામગીરીં સત્વરે પુર્ણ થાય અને ટીપી રોડ રોશનીથી ઝળહળે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.