Get The App

સુરત પાલિકા સંચાલિત સુમન શાળાનું ધોરણ 10નું પરિણામ 95.94 ટકા

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
સુરત પાલિકા સંચાલિત સુમન શાળાનું ધોરણ 10નું પરિણામ 95.94 ટકા 1 - image


Gujarat Board Exam : સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધો.10નું 95.94 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સુરત પાલિકાની પાંચ શાળા એવી છે જેનું એસએસસીનું પરિણામ 100 ટકા આવ્યું છે. પાલિકાની વરાછાની શાળાનો એક વિદ્યાર્થી 98 ટકા ટકા સાથે એ ગ્રેડમાં આવ્યો છે. આ વિદ્યાર્થી શાળા શિક્ષણ બાદ છુટક કામ કરતો હતો અને સાથે શિક્ષણ મેળવતો હતો. આ વિદ્યાર્થી એ વન ગ્રેડમાં આવતા આ વિદ્યાર્થીને શાળા પરિવાર સહિત અનેકે અભિનંદન આપ્યા હતા. 

સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારના બાળકો માટે સુરત શહેરમાં કુલ ચાર સુમન હાઈસ્કૂલ શરૂ કરવામાં આવેલ હતી, ત્યાર બાદ લોકોની માંગણી બાદ આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં 23 સુમન સ્કૂલ ચાલી રહી છે. આ શાળામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણ આપવામા આવે છે તેથી દર વર્ષે પરિણામ સારું આવી રહ્યું છે. પાલિકાની 23 શાળાનું પરિણામ 95.94 ટકા આવ્યું છે. જેમાં હાલ સુરત શહેરમાં જુદા જુદા મધ્યમોની કુલ-23 સુમન હાઇસ્કુલો કાર્યરત છે તમામ સુમન હાઇસ્કુલો ખાતે અદ્યતન ટેકનોલોજીથી આધુનિક ઢબે યોગ્ય ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. જેના થકી એસ.એસ.સી. બોર્ડ તથા એચ.એસ.સી બોર્ડના પરિણામમા સુમન હાઇસ્કુલો ખૂબ જ અગ્રેસર રહેલ છે. શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન યોજાયેલ એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સુમન હાઇસ્કુલોનું પરિણામ 95.94% રહેલ છે. જેમાં સુમન હાઇસ્કુલ નંબર 2 (વરાછા), સુમન હાઇસ્કુલ નંબર 19 (ઉત્રાણ), સુમન હાઇસ્કુલ 13 (ડીંડોલી), સુમન હાઇસ્કુલ નંબર 15 (નાગસેન નગર) અને સુમન હાઇસ્કુલ નંબર 23 (પાંડેસરા) નું પરિણામ 100 આવ્યું છે. 

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 83.08 ટકા, તથા સુરતનું પરિણામ 86.20 ટકા રહેલ છે. તમામ સુમન હાઇસ્કુલો ખાતે કુલ 234 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. 

સુમન હાઈસ્કુલમાં માધ્યમ પ્રમાણે પરિણામ

ગુજરાતી માધ્યમ            

 

96.79%

 

મરાઠી માધ્યમ          

94.06%

 

હિન્દી માધ્યમ  

98.29%

 

ઉડિયા માધ્યમ             

100%

 

ઉર્દુ માધ્યમ

86.14%

 

અંગ્રેજી માધ્યમ       

94.38%

કુલ સુમન હાઇસ્કુલોનું પરિણામ      

95.54%

Tags :