Get The App

તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર 1 - image


- ધજામાં 1500 જેટલા ઓમની ડિઝાઇન બનાવી છે

- ઋષિ પાંચમની સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને ૫૨ ગજની ધજા ચડાવવામાં આવે છે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધામક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ઋષિ પાંચમની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને ૫૨ ગજની ધજા ચડાવવામાં આવે છે. વર્ષ ૧૯૯૦થી સતત અત્યાર સુધી ૩૫મી ધજા સુરેન્દ્રનગરના બહુચર હોટેલ પાસે આવેલી પેનો રામા ટ્રેઈલર્સ (તરણેતરની ધજાવાળા) તૈયાર થાય છે. આ ધજા પ્રફુલભાઈ કાનજીભાઈ સોલંકી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને નિઃશુલ્ક અર્પણ કરવામાં આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી પૌરાણિક અને ભાતીગળ લોકમેળો તરણેતરનો લોકમેળો ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગ દ્વારા તો તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સામે મેળા આયોજકો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તરણેતર ખાતે ત્રીનેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં લોકમેળો યોજવામાં આવે છે જેમાં વિદેશી પર્યટકો પણ મેળામાં જોડાઈ અને સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને માણવા માટે તરણેતરના મેળામાં આવે છે.

તરણેતરના મેળા દર વર્ષે ૫૨ ગજની ધજા ચડાવવામાં આવે છે અને ચોથના દિવસે પાળીયાદ મહંત ધજાનું પૂજન કરી અને ત્યારબાદ આ ધજા ચડાવી અને લોકમેળો ખુલ્લો મૂકે છે ત્યારે પાળીયાદ મહંત શ્રી નિર્મળાબાના હસ્તે ચાલુ વર્ષે પણ ૫૨ ગજની ધજા ચડાવવામાં આવશે.

સુરેન્દ્રનગર સ્વામિનારાયણ ડેલામાં વસવાટ કરતો સોલંકી પરિવાર છેલ્લા ૩૫ વર્ષથી તરણેતરના મેળામાં ત્રીનેશ્વ મહાદેવજીને ચડતી ધજા છે તે બનાવી રહ્યો છે. ચાલુ વર્ષે પણ ૨૨ દિવસ સુધી મહેનત કરી કેયુર સોલંકી અને તેના પરિવાર દ્વારા આ ધજા બનાવવામાં આવી છે અને પાળીયાદ મહંતશ્રીને અર્પણ કરવામાં આવી છે ધજાની વિશેષતા એ છે કે તેમાં ૧૫૦૦ જેટલા ઓમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ફરતી બોર્ડરમાં બીલીપત્ર લગાવવામાં આવ્યા છે.

અને ખાસ તો રેશમનું કાપડ વાપરી અને આ ૫૨ ગજની ધજા તૈયાર કરવામાં આવી છે. નિર્મળાબાના હસ્તે તરણેતરનો મેળો ખુલ્લો મુકતા સમયે આ ધજા નું પૂજન કરી અને ત્યારબાદ ત્રીનેશ્વર મહાદેવજીને ધજા ચઢાવવામાં આવશેય ત્યારે વિદેશી પર્યટકોનું પણ આકર્ષણનું કેન્દ્ર આ ધજા બનવાની છે ત્યારે હાલમાં ધજા તૈયાર થઈ ચૂકી છે અને પાળીયાદ મહંત નિર્મળાબાને અર્પણ પણ કરવામાં આવી છે.

Tags :