ગુજરાતના
સાહસિક યુવાઓ માટે સોનેરી તક
૨૯
નવેમ્બર સુધી ૧૪થી ૧૮ વર્ષના યુવક-યુવતીઓ અરજી કરી શકશે
સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ડિસેમ્બર-૨૦૨૨માં ચોટીલા મુકામે
ગુજરાત રાજ્યના યુવક અને યુવતીઓ માટેની રાજ્યકક્ષાની છઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા
યોજાશે. આ સ્પર્ધામાં ૧૪થી ૧૮ વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધક ભાઈઓ / બહેનો જુનીયર
વિભાગમાં ભાગ લઈ શકશે.
આ
સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રવેશપત્ર ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર,
સુરેન્દ્રનગર ખાતેથી તથા કચેરીના બ્લોગ પરથી ડાઉનલોડ કરી શકાશે.
દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરી જરૃરી સહી-
નસિક્કા સાથેનું ફોર્મ તથા જરૃરી આધાર પૂરાવાની નકલ જોડી, જિલ્લા
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે તા.૨૯-૧૧-૨૫ સુધી રજા સિવાયના
દિવસોમાં કચેરી સમય દરમ્યાન રૃબરૃ, કુરિયર,પોસ્ટ મારફતે પહોંચતા કરવાના રહેશે. અધુરી વિગતવાળા તથા ખોટી માહિતી વાળા,
સહી સિક્કા વગરના ફોર્મ રદ્દ કરવામાં આવશે.


