Gujarat

આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ

By GS TEAM
1 Oct 20251 min read
આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ

- કરમસદ- આણંદ મહાનગરપાલિકા દ્વારા 

- કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરાશે : રેલવે સ્ટેશન પાસેના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે 

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ રેલવે સ્ટેશન પાસેની વિટકોસ બસ સ્ટેન્ડ વાળી જગ્યા કોર્પોરેશન હસ્તક લેવામાં આવી છે. આગામી દિવસોમાં રોડ પહોળો કરવામાં આવશે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આણંદ રેલવે સ્ટેશન પાસે આવેલી જગ્યામાં વિટકોસ બસનું સંચાલન થતું હતું તે જગ્યા ખાલી કરવા માટે વિટકોસ કંપનીને નોટિસ આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે મનપાના એસ્ટેટ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વિટકોસ બસ જ્યાં ઉભી રહેતી હતી તે જગ્યા પરની રેલિંગ હટાવીને કાચું પાકું દબાણ દૂર કરવામાં આવ્યું છે અને આ જગ્યા મહાનગર પાલિકા હસ્તક લેવામાં આવી છે.

આ સ્થળે પર મનપા દ્વારા રોડ પહોળો કરવામાં આવશે. જેથી શહેરીજનોની સુવિધામાં વધારો થશે અને રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા પણ હલ થશે.