Get The App

ભાઇના અસ્થિ વિસર્જન માટે બહેન અમેરિકાથી કચ્છના નાના રણમાં આવી

સ્વ ભાઇના ખાસ મિત્રોની હાજરીમાં રણમાં અસ્થિનું વિસર્જન કર્યુ

રણ પ્રત્યે ભાઇનો લગાવ અને તેના કણકણની ચાહનાને લીધે બહેને રણમાં આવી

Updated: Nov 26th, 2021

GS TEAM


Google News
Google News

ભાઇના અસ્થિ વિસર્જન માટે બહેન અમેરિકાથી કચ્છના નાના રણમાં આવી 1 - image

અમદાવાદ, 26 નવેમ્બર,શુક્રવાર

સંસ્કૃતિમાં જન્મના બંધન અને  લાગણીના તાંતણાઓ કેટલાક મજબૂત હોય છે તેનું ઉદાહરણ ૪૬ વર્ષની ઉંમરે ભાઇના મુત્યુ પછી યુએસએથી આવેલી બહેને પુરુ પાડયું હતું. ડોક્યૂમેન્ટરી ફિલ્મ મેકર મૃતક ભાઇ ગૌરવ જાનીનેે બાઇકનો ખૂબ જ શોખ હતો. તેની રાઇડિંગ સોલો નામની ડોક્યુમેન્ટરીને નેશનલ એવોર્ડ મળ્યો હતો.  તે બાઇક પર અનેક સ્થળોએ ફરવા નિકળી પડતો હતો. એમાં પણ જયાં અગરિયાઓ મીઠાની ખેતી કરે છે તે કચ્છના નાનું રણ ગૌરવને ખૂબજ ગમતું હતું. 

રણની રેતી સાથે મમતા બંધાઇ ગઇ હોવાથી અમદાવાદથી વારંવાર બાઇક પર આવતો હતો. સૌ પ્રથમવાર ૧૯૯૯માં રણની પ્રથમવાર મુલાકાત લીધી હતી. રણના એકાંત અને રણના સૌદર્યનું પરિવારના સભ્યોને પણ વર્ણન કરતો. યુએસએ રહેતી બહેન કૃપા અને ગૌરવ ટ્વીન ભાઇ બહેન હતા. કૃપા રણમાં કણકણ બનીને વિખેરાઇ જવાની ભાઇની ઝંખના વિશે જાણતી હતી. રણ પ્રત્યે ભાઇનો લગાવ અને તેના કણકણની ચાહનાને લીધે બહેને રણમાં આવીને પરીવારજનો અને સ્વ ભાઇના ખાસ મિત્રોની હાજરીમાં રણમાં અસ્થિનું વિસર્જન કર્યુ ત્યારે ભાઇ અને બહેનના લાગણીના સંબંધોના તાર ઝંકૃત થયા હતા. રણ માટેના આકર્ષણ અને પ્રેમથી પ્રેરાઇને જ બહેન સાત સમંદર પાર કરીને આવી હતી. પરીવારજનોએ જણાવ્યું કે રણ માટેનો સ્વ ગૌરવનો પ્રેમ જ અહીં સુધી અમને ખેંચી લાવ્યો છે અને તેની રણના કણ કણમાં સમાઇ જવાની ઇચ્છાને પૂર્ણ કરવા પ્રેરાયા છીએ.

Tags :