Gujarat

સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટે પસંદગી સમિતિની પુનઃ રચના કરાઇ

By GS TEAM
22 Aug 20252 mins read
TukuTouch Logo
રાષ્ટ્રીય કક્ષાએ સંગીતમાં યોગદાન બદલ પુરૂષ ગાયકો, સંગીતકાર, વાદ્યકારોને આ એવોર્ડ આપવામાં આવે છે ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટે કલાકારોની પસંદગી કરવા માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટે પસંદગી સમિતિની પુનઃ રચના કરાઇ

Pandit Omkarnath Sangeet Samman Award : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટે કલાકારોની પસંદગી કરવા માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી. 

ગુજરાતના અગ્રીમ સંગીત પ્રતિભા ઓમકારનાથ ઠાકુરના સંગીત ક્ષેત્રના યોગદાનને માન આપવા માટે રાષ્ટ્રીય કક્ષાએ સંગીતમાં યોગદાન આપનાર પુરૂષ ગાયકો, સંગીતકાર, વાદ્યકારો પૈકીને “પંડીત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” આપવાની યોજના અમલી છે. “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” આપવા અને તે અંગેના નિયમો નક્કી કરવામાં આવેલ છે. “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” એનાયત કરવા અંગેની કલાકારોની પસંદગી સમિતિની રચના કરવામાં આવેલ છે. દરખાસ્ત અન્વયે “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટેના કલાકારોની પસંદગી માટેની પસંદગી સમિતિમાં બિનસરકારી સભ્યોની ફેરફાર કરી સમિતિની પુન: રચના કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. વિચારણાના અંતે, “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટે કલાકારોની પસંદગી કરવા માટે નીચે મુજબની પસંદગી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં બિનસરકારી સભ્યોની નિમણૂકની મુદ્દત ઠરાવની તારીખથી ત્રણ વર્ષ સુધીની રહેશે.

(1) અધિક મુખ્ય સચિવ/અગ્રસચિવ/સચિવ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર - અધ્યક્ષ

(2) કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર - સભ્ય

(3) અધ્યક્ષ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર - સભ્ય

(4) સભ્ય સચિવ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર - સભ્ય સચિવ

(5) ડૉ. મોનિકા શાહ (તજજ્ઞ) - બિન સરકારી સભ્ય

(6) હેમંત પન્નાલાલ ગાંધર્વ (તજજ્ઞ) - બિન સરકારી સભ્ય