સરથાણાથી ડ્રીમ સિટીનો કોરિડોર ડિસેમ્બર 2024 સુધીમાં શરૂ થઈ જશે
- કાપોદ્રાથી સ્ટેશન વચ્ચેના પાંચ કિલોમીટરમાં ત્રણ કિલોમીટરની કામગીરી પૂરી થઈ છે
પ્રતિનિધિ દ્વારા, સુરત, મંગળવાર
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અતિ મહત્વના એવા અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે સુરત મેટ્રો રેલમાં કુલ એરીયા 40 કિલોમીટર જે પૈકી સરથાણા થી ડ્રીમ સિટી નો કોરિડોર ડિસેમ્બર 2024 સુધીમાં પુરી થઈ જશે અને આ રુટ શરુ થશે તેવો દાવો મેટ્રોના અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. કાપોદ્રા થી સ્ટેશન વચ્ચેના પાંચ કિલોમીટર માં ત્રણ કિલોમીટરની કામગીરી પૂરી થઈ છે કાપોદ્રાથી લાભેશ્વર વચ્ચેની કામગીરીમાં માત્ર 200 મીટર જેટલી જ કામગીરી બાકી રહી છે.
સુરત શહેર વિસ્તારમાં મેટ્રોની કામગીરી માટેની જાહેરાત બાદ હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મેટ્રોના 40 કિલોમીટરના રૂટ પૈકી 6.47 કિલોમીટરનો રૂટ અંડર ગ્રાઉન્ડ છે હાલ સુરત મેટ્રો રેલની અંડરગ્રાઉન્ડ રૂટની કામગીરી બે ફેઝમાં - બે પેકેજમાં થઈ રહી છે જે પૈકી કાપોદ્રા ખાતેથી મેટ્રો ટ્રેનની કામગીરીની શરૂઆત થઈ હતી. કાપોદ્રા ખાતેથી અંડર ગ્રાઉન્ડ ટનલ બનાવવાની કામગીરી નવેમ્બર 2022માં શરુ કરવામાં આવી હતી.
કાપોદ્રા થી રેલ્વે સ્ટેશન સુધી પાંચ કિલોમીટર અપ અને ડાઉન માં ટનલ બનાવવાની કામગીરી થઈ રહી છે. તે પેકી હાલમાં અપ અને ડાઉન મળીને ત્રણ કિલોમીટરની કામગીરી થઈ ગઈ છે. હાલમાં લાભેશ્વર પાસે 200 મીટરની કામગીરી બાકી છે તેવું મેટ્રોના અધિકારીઓ જણાવી રહ્યાં છે. આ ઉપરાંત આ રુટ 2024માં શરુ થાય તેવો દાવો મેટ્રો દ્વારા કરવામા આવી રહ્યો છે. જીએમઆરસી ના અધિકારીના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2024 સુધીમાં અંડરગ્રાઉન્ડ ટનલ નું કામ પૂર્ણ થઈ જશે cs1 ખજોદ થી કાદરશાની નાળ સુધીના 10 સ્ટેશન તેમજ અંડરગ્રાઉન્ડ ના છ સ્ટેશન એમ કુલ 16 સ્ટેશનની કામગીરી ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરી દેવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તેમજ મેટ્રોનો સંપૂર્ણ બે ફેસ નો પ્રોજેક્ટ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સરથાણાથી ડ્રીમ સિટીનો કોરિડોર ડિસેમ્બર 2024 સુધીમાં શરૂ થઈ જશે #Surat #Sarthana #DreamCityCorridor pic.twitter.com/OAE7xa9Av4
— Gujarat Samachar (@gujratsamachar) June 6, 2023