Get The App

નડિયાદમાં રોશન પાર્ક સોસાયટી જવાનો રસ્તો કિચડથી ઉભરાયો

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદમાં રોશન પાર્ક સોસાયટી જવાનો રસ્તો કિચડથી ઉભરાયો 1 - image


- શહેરમાં વોર્ડ નં.-૬માં લોકોને હાલાકી

- ચોમાસામાં વાહન તો ઠીક ચાલતા જવું પણ મુશ્કેલ : આરસીસી રોડ બનાવવા માંગણી

નડિયાદ : નડિયાદ શહેરમાં વોર્ડ નં.-૬માં આવેલી રોશન પાર્ક સોસાયટી તરફ જવાનો રસ્તો કિચડથી છવાઈ ગયો છે. રસ્તા પર વાહન તો ઠીક ચાલતા નીકળી પણ ન શકાય તેવી હાલતથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. 

મહાનગરપાલિકા દ્વારા વોક- વે પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ સંખ્યાબંધ સોસાયટીઓ પાયાની સુવિધાથી વંચિત છે. નડિયાદ શહેરમાં વોર્ડ નં.-૬માં રોશન પાર્ક ગેબનશા પાર્ક તરફ સોસાયટી આવેલી છે. 

આ સોસાયટીમાં જવાનો કાચો રસ્તો ચોમાસાનો વરસાદ થતાં જ કાદવ કિચડથી ઉભરાયો છે. 

ત્યારે રસ્તેથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સોસાયટીના રહીશો દ્વારા આરસીસી રોડ બનાવવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રોશન પાર્ક ગેબેનશા પાર્ક સોસાયટીના લોકોને પડતી મુશ્કેલી નિવારવા આરસીસી રોડ બનાવવા માંગણી ઉઠી છે.

Tags :