Gujarat
કપડવંજમાં ટાઉન હોલથી રત્નાકર સુધીનો રોડ 3 વર્ષથી બિસ્માર
By GS TEAM
9 Oct 20251 min read

- રત્નાગીરી માતાના ઢાળ પાસે કચરાના ઢગલાં
- રોડ પર દોઢ ડઝન સોસાયટીઓ, શાળા, હોસ્પિટલો અને સરકારી કચેરીઓ છતાં કામગીરી નહીં
કપડવંજ : કપડવંજમાં ટાઉનહોલથી રત્નાકર સુધીને રોડ ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે. રત્નાગીરી માતા પાસે કચરાના ઢગલાં ખડકાયેલા રહે છે. ત્યારે પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધા આપવામાં આંખ આડા કાન કરી રહ્યું છે.
કપડવંજમાં ટાઉનહોલથી રત્નાકર રોડ પર સૌથી મોટો રહેણાંક વિસ્તાર દોઢ ડઝન સોસાયટીઓ, શાળા, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, કોમશયલ દુકાનો, સરકારી કચેરીઓ, આવેલી છે.
નગરપાલિકા ચીફ ઓફિસર સહિત અધિકારીઓ, રાજકીય આગેવાનો અને કર્મચારીઓ પણ વસવાટ કરે છે.
છતાં રોડ કેમ હજી સુધી બનતો નથી તેવા આક્ષેપો નાગરિકો કરી રહ્યા છે. દિવાળીના તેહવારો નજીકમાં આવવા છતાં હજી રોડ બનતો ના હોવાથી વિસ્તારના નાગરિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ઉપરાંત રત્નાગીરી માતાના ઢાળ નજીક કચરાના ઢગલા ઠલવાય છે.
કચરામાંથી પ્લાસ્ટિક ગૌમાતા ખાતી હોવાથી પશુપ્રેમીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. માટે તાત્કાલિક ધોરણે રોડ બનાવવા માટે સ્થાનિક રહીશોની માંગણી છે.









