Get The App

આણંદમાં ફાયર બ્રિગેડ કચેરીથી લોટેશ્વર તળાવનો માર્ગ બિસ્માર

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
આણંદમાં ફાયર બ્રિગેડ કચેરીથી લોટેશ્વર તળાવનો માર્ગ બિસ્માર 1 - image

આણંદ : આણંદના સરદાર ગંજ પાસે આવેલી ફાયર બ્રિગેડ કચેરીથી લોટેશ્વર તળાવ સુધીના આરસીસી માર્ગ ઉપર હાલ મોટા ખાડાં પડી ગયા છે. સરદાર ગંજમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ ભારે વાહનની અવરજવર પણ વ્યાપક જોવા મળી રહી છે. પરિણામે આરસીસી રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. આરસીસી રોડ હોવાથી મનપાને તેનું રિપેરિંગ કરવામાં પણ અગવડ પડી રહી છે. ત્યારે બિસ્માર રોડના કારણે સરદાર ગંજના વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે.