Gujarat
આણંદમાં ફાયર બ્રિગેડ કચેરીથી લોટેશ્વર તળાવનો માર્ગ બિસ્માર
By GS TEAM
26 Oct 20251 min read

આણંદ : આણંદના સરદાર ગંજ પાસે આવેલી ફાયર બ્રિગેડ કચેરીથી લોટેશ્વર તળાવ સુધીના આરસીસી માર્ગ ઉપર હાલ મોટા ખાડાં પડી ગયા છે. સરદાર ગંજમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ ભારે વાહનની અવરજવર પણ વ્યાપક જોવા મળી રહી છે. પરિણામે આરસીસી રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. આરસીસી રોડ હોવાથી મનપાને તેનું રિપેરિંગ કરવામાં પણ અગવડ પડી રહી છે. ત્યારે બિસ્માર રોડના કારણે સરદાર ગંજના વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે.








