Get The App

વડોદરા: પ્રતાપનગર વિહાર સિનેમાથી ગાજરાવાડી ગણપતિ મંદિર સુધીનો રસ્તો 60 ફૂટનો કરાશે

Updated: Sep 8th, 2023

GS TEAM

Google News
Google News
વડોદરા: પ્રતાપનગર વિહાર સિનેમાથી ગાજરાવાડી ગણપતિ મંદિર સુધીનો રસ્તો 60 ફૂટનો કરાશે 1 - image


                                                        Image Source: Freepik

વડોદરા, તા. 08 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

વડોદરા મહાનગર પાલિકાની  હદમાં પ્રતાપનગર વિહાર સિનેમાથી ઇદગાહ મેદાન ગાજરાવાડી પાણીની ટાંકી અને ગણપતિ મંદિર તરફ રસ્તામાં ફેરફાર કરીને ૬૦ ફૂટ કરવાની કાર્યવાહી વિચારણા હેઠળ છે આ અંગે રસ્તા રેષા બાબતે આગામી તા ૬,ઓક્ટો. સુધીમાં લેખિત વાંધા સૂચનો પાલિકા કાર્યાલયમાં મોકલી આપવાથી તેને વિચારણામાં લઈ શકાશે. 

પાલિકાની હદમાં આવેલા વડોદરા કસબામાં વિહાર સિનેમાથી ઇદગાહ મેદાન થઈને ગાજરાવાડી પાણીની ટાંકી અને ગણપતિ મંદિર તરફ મંજૂર રસ્તામાં ફેરફાર કરીને ૬૦ ફૂટ પહોળા નવા રસ્તા જીપીએમસી એક્ટ મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની વિચારણામાં છે જ જેથી આ બાબતે જે કોઈ વ્યક્તિને આ અંગે કોઈ વાંધા હોય તો તેમણે આગામી તા.૬, ઓક્ટો. સુધીમાં પોતાના લેખિત વાંધાઓ સભા સેક્રેટરી વડોદરા મહાનગરપાલિકાના કાર્યાલયમાં મોકલી આપવા જણાવ્યું છે. અંગે જાહેર સૂચના અંગેની કોપી પણ જે તે સ્થળે ચોંટાડીને પ્રસિદ્ધ કરાય છે અને તે માટેના નકશા અંગે કોઈ માહિતી જોઈતી હોય તો તે રજા સિવાયના દિવસો દરમિયાન વડોદરા મહાનગરપાલિકા ખંડેરાવ માર્કેટ ઓફિસમાં ડે. .ની કચેરી રૂમ નં.૩૦૪માં બપોરે ૪.૩૦થી ૫.૩૦ સુધીમાં જોવા મળશે.

Tags :