Get The App

ધોળકાથી કેલીયા વાસણા જતો રોડ બિસ્માર, નવો બનાવવા માંગ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
ધોળકાથી કેલીયા વાસણા જતો રોડ બિસ્માર, નવો બનાવવા માંગ 1 - image

બગોદરા : ધોળકા શહેરના આસોપાલવ સોસાયટીથી કેલિયા વાસણા જવાનો રોડ બિસ્માર હાલતમાં છે. રોડ ઉપર ગટરના પાણી અને ખાડાઓના કારણે રાહદારીઓ સ્થાનિક રહીશોને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. મહિનાઓથી આ રોડ ઉપર ખાડાઓ પડવાના કારણોથી અહીં રહેતા લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. આ રોડ ઉપરથી ખેડૂતો પણ ખેતી કરવા માટે પસાર થતા હોય છે. ત્યારે આ રોડનો સમારકામ કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.