Get The App

રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક

કોન્ટ્રાકટર શ્રીજી ઈન્ફ્રાસ્પેસને ૨૬ ટકા વધુ ભાવથી કામ આપવાની દરખાસ્ત,કમિટીએ કહયુ કેટલા કામ થયા એનો હીસાબ આપો

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
રોડ સમિતિને રહી રહીને જ્ઞાન લાઘ્યું, પશ્ચિમ અમદાવાદમાં ૭૫ કરોડના સિમેન્ટના રોડ બનાવવા ઉપર રોક 1 - image


અમદાવાદ,શુક્રવાર,25 જુલાઈ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના સિમેન્ટના રોડ બનાવવાના ઉત્સાહ ઉપર રોડ સમિતિએ એકાએક બ્રેક લગાવી દીધી છે.પશ્ચિમ અમદાવાદના પાલડી,નવરંગપુરા,વાસણા,સાબરમતી અને ચાંદખેડા સહિતના વોર્ડમાં રુપિયા ૭૫.૬૦ કરોડના ખર્ચે સિમેન્ટના રોડ બનાવવા મંજૂરી માંગતી દરખાસ્ત ઉપર રોડ સમિતિએ કોઈ નિર્ણય લીધો નહતો. કોન્ટ્રાકટર શ્રીજી ઈન્ફ્રાસ્પેસને ૨૬ ટકા વધુ ભાવથી સિમેન્ટના રોડ બનાવવા આપતા પહેલા શહેરના કયા  ઝોનમાં કેટલા સિમેન્ટના રોડ બનાવાયા, કેટલા બાકી છે.તેની પાછળ કેટલી રકમનો ખર્ચ કરાયો વગેરે બાબતનો હિસાબ અધિકારીઓ પાસેથી સમિતિ દ્વારા માંગવામા આવ્યો છે.

શહેરના નવા વાડજ વિસ્તારમાં  છ મહીના પહેલા જ બનાવેલા સિમેન્ટના રોડ ઉપર ગાબડા પડતા કોન્ટ્રાકટર પાસે પુરાવવા પડયા હતા. આ ઘટનામાંથી બોધપાઠ લેવાના બદલે કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા શહેરના પશ્ચિમમા આવેલા જુદા જુદા રસ્તાઓને રુપિયા ૭૫.૬૦ કરોડના વાર્ષિક રેઈટ ટેન્ડરથી સિમેન્ટના બનાવવા કરેલા ટેન્ડરને રોડ સમિતિ સમક્ષ મંજૂરી માટે મુકયુ હતુ.દરખાસ્તમાં કોન્ટ્રાકટરને જી.એસ.ટી.અલગથી ચૂકવવાની શરતનો પણ સમાવેશ કરાયો હતો.સિમેન્ટના રોડને લઈ છેલ્લા કેટલાક સમયથી સામે આવેલા વિવાદ પછી રોડ સમિતિએ વધુ વિવાદમાં ઉતરવુ ના પડે એ માટે કડક વલણ અપનાવતા દરખાસ્ત મુકનારા અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધુ હતુ કે, શહેરમાં અત્યાર સુધીમાં બનાવેલા અને બનનારા તમામ સિમેન્ટ રોડની સંપૂર્ણ વિગત રજૂ કરો પછી નિર્ણય લેવા વિચારણા કરીશું.

અમદાવાદમાં સિમેન્ટ રોડની સમરી

ઝોન    કુલ કામ        લંબાઈ(મીટર)  અંદાજ(કરોડમાં)  ચાલુ કામ  કામ પુરા

ઉ.પ.    ૧૭             ૭૭૬૫        ૪૪.૧૫          ૦૫          ૦૦      

પશ્ચિમ    ૨૪         ૧૮૬૫૪         ૮૦.૫૩         ૧૨               ૦૩

ઉત્તર    ૦૬           ૫૦૭૦         ૨૭.૮૧         ૦૩              ૦૧

દ.પ.    ૦૩           ૨૧૦૦         ૭.૩૦          ૦૧             ૦૦

પૂર્વ    ૦૨             ૧૯૦૫         ૯.૧૨          ૦૨             ૦૦

દક્ષિણ  ૦૯              ૬૪૦૦         ૨૮.૬૭         ૦૪            ૦૧

મધ્ય   ૦૧              ૩૦૦           ૧.૧૯           ૦૦           ૦૧

પ્રોજેકટ  ૨૨          ૧૮૯૬૫         ૯૯.૪૨         ૦૧          ૨૧

   

Tags :