Get The App

મોટા ખુંટવડા-ઉગલવાણનો રસ્તો ખખડધજ, વાહનચાલકોને મુશ્કેલી

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
મોટા ખુંટવડા-ઉગલવાણનો રસ્તો ખખડધજ, વાહનચાલકોને મુશ્કેલી 1 - image


- નાળાની નીચે માટીનું ધોવાણ થતા અકસ્માતની ભીતિ વધી

- ઘણાં લાંબા સમયથી રસ્તાનું રિ-કાર્પેટીંગ કરવામાં આવ્યું ન હોવાનો ગ્રામજનોમાં કકળાટ

મોટા ખુંટવડા : મહુવા તાલુકાના મોટા ખુંટવડાથી ઉગલવાણ ગામ તરફનો રસ્તો ખખડધજ થઈ જતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોટા ખુંટવડા-ઉગલવાણ રસ્તા પર આવેલું નાળું ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું હતું. આ રસ્તા પરથી મોટા ખુંટવડા, ઉગલવાણ અને અન્ય ગામના લોકો પસાર થતાં હોય, નાળાની નીચેના ભાગમાં માટીનું ધોવાણ થતાં અકસ્માતની ભીતિ વધી છે. રસ્તાનું ઘણાં લાંબા સમયથી રિ-કાર્પેટીંગ થયું નથી. તેવામાં  કોઈ દુર્ઘટના સર્જાઈ તે પહેલા નાળાની નીચે માટી નાંખી પોલાણ બૂરવા તેમજ પાકી દિવાલ બનાવવાની ગ્રામજનોમાં માંગ ઉઠી છે. 

Tags :