રીપોર્ટ દિવાળી પછી આવશે , મ્યુનિ.ફુડ વિભાગે ફાફડા,જલેબી, ચટણીનાં શંકાસ્પદ ૩૬ સેમ્પલ લીધા
ફુડ વિભાગ પાસે સ્ટાફ ઓછો હોવાનુ બહાનુ આગળ કરી નામ પુરતી કામગીરી કરાઈ
અમદાવાદ,બુધવાર,1 ઓકટોબર,2025
દશેરાના એક દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે
ફાફડા , જલેબી
વેચતા અલગ અલગ વિક્રેતાઓને ત્યાંથી ફાફડા,જલેબી,ચટણી અને બેસનના
શંકાસ્પદ ૩૬ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે. લેવામા આવેલા શંકાસ્પદ
સેમ્પલનો રીપોર્ટ દિવાળી પછી આવશે.
શહેરના ૪૮ વોર્ડ મુજબ જોઈએ એટલા ફુડ સેફટી ઓફિસર
કોર્પોરેશનના ફુડ વિભાગ તરફથી હંમેશા આગળ કરાય છે.આ બાબતથી નારાજ થઈ મ્યુનિસિપલ
કમિશનરે ફુડ વિભાગના અધિકારીને ઝોન મુજબ ફુડ સેમ્પલ લેવા ટ્રીગર ઝૂંબેશ કરવા કહયુ
હતુ. કમિશનરની સુચના પછી પણ શહેરમાં જેમ ટેકસ વિભાગ દ્વારા ટ્રીગર ઝૂંબેશ કરાય છે
એ પ્રકારે ફુડ સેમ્પલ લેવા ટ્રીગર ઝૂંબેશ હાથ ધરવામા આવતી નથી.દશેરાના એક દિવસ
પહેલા ફુડ વિભાગે ફાફડા,જલેબી
વેચતા અલગ અલગ વિક્રેતાઓને ત્યાંથી ફાફડાના ૧૨, જલેબીના ૧૯,
કઢી,ચટણી અને
બેસનના પાંચ એમ કુલ મળીને ૩૬ શંકાસ્પદ સેમ્પલ લઈ કામગીરી કરી હોવાનો સંતોષ માની
લીધો છે.જે વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવાયા છે તેમા પણ મોટા કહી શકાય એવા
વિક્રેતાની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે.