દુકાનો ધરાશાયી થવાના કારણ તપાસાશે, કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની સો જર્જરીત દુકાન તોડી પાડવા નિર્ણય
બ્રિજની બંને તરફ ફુટપાથ ઉપર ઉભી કરાયેલ દુકાનો ખાલી કરાવામા આવશે

અમદાવાદ,ગુરુવાર,9 ઓકટોબર,2025
બુધવારે સાંજે કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી દસ જર્જરીત
દુકાન  વાઈબ્રેશનના કારણે ધરાશાયી થઈ
હતી.કોર્પોરેશન દ્વારા બ્રિજની બંને તરફ ફુટપાથ ઉપર ઉભી કરવામા આવેલી સો જર્જરીત
દુકાનો ખાલી કરાવી તોડી પાડવા નિર્ણય કરવામા આવ્યો છે.ઉપરાંત બુધવારે દુકાનો
ધરાશાયી થવાના કારણ તપાસાશે.
સરસપુરથી કાલુપુર તરફ રેલવે પોર્શનથી ડાબી તરફ આવેલી આ દુકાનો
બ્રિજની કામગીરીમા ડ્રીલીંગ કરવામા આવતુ હતુ એ સમયે  બુધવારે સાંજે બનેલી ઘટના અંગે કોર્પોરેશન તરફથી
રેલવે વિભાગ પાસે વિગતો માંગવામા આવી છે. બીજી તરફ કાલુપુર બ્રિજના રીસ્ટોરેશનની કામગીરી
ચાલી રહી છે તેવા સમયે બ્રિજના ઉપરના ભાગમાં બંને તરફની ફુટપાથ ઉપર આવેલી અંદાજે સો
જેટલી દુકાનો ખાલી કરાવી તોડી પાડવા કાર્યવાહી શરૃ કરવામા આવશે એમ મધ્યઝોનના ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે કહયુ છે.


