Get The App

દુર્લભ પક્ષી 'સબાઇનનો ગુલ' નળ સરોવરનું મહેમાન બન્યું

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
દુર્લભ પક્ષી 'સબાઇનનો ગુલ' નળ સરોવરનું મહેમાન બન્યું 1 - image


- આર્કટિકથી સીધું ગુજરાતનું અતિથિ!

- 'સબાઇનનો ગુલ'નો સ્થળાંતર માર્ગ ભારતમાંથી પસાર થતો નથી તેથી નળ સરોવરમાં દેખાવું દુર્લભ

સાણંદ : નળ સરોવર વન્યજીવ અભયારણ્ય- રામસર સાઇટ ખાતે વન વિભાગના કર્મચારીઓને ૩૦ મે ૨૦૨૫ના રોજ સવારે આશરે ૯.૦૦ કલાકે આર્દ્રભૂમિ (વેટલેન્ડ)માં ખુલ્લા પાણીમાં દુર્લભ પક્ષી 'સબાઇનનો ગુલ' જોવા મળ્યું હતું, જે પક્ષી પ્રેમીઓ અને પક્ષીવૈજ્ઞાનિકો માટે એક રોમાંચક, ગૌરવમય અને આનંદદાયક ક્ષણ હતી.

'સબાઇનનો ગુલ' નાનું, સુંદર ગુલ (પક્ષી) છે. તે આકર્ષક દેખાવના કારણે જાણીતું છે. સંવર્ધન અવસ્થામાં તેની ઓળખ તીક્ષ્ણ કાળા હુડ, ચોખ્ખા રાખોડી આવરણ અને સફેદ નેપ (ડોક)થી થાય છે. તેની સૌથી વિશિષ્ટ ઓળખ તેની ત્રિ-રંગી પાંખો છે જે કાળી, સફેદ અને રાખોડી રંગની હોય છે. આ તે બે ગુલમાંનું એક છે કે જેની ચાંચ કાળી, નોક પીળી તેમજ પૂંછ દાંતાવાળી હોય છે.

'સબાઇનનો ગુલ' મુખ્યત્વે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાયબેરિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક વિસ્તારોમાં પ્રજનન કરે છે કે જ્યાં તે ટુંડ્રાની ભીની જમીન (આર્દ્રભૂમિ) નજીક માળો બનાવી વસવાટ કરે છે. તે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અપવેલિંગ વિસ્તારોમાં શિયાળો પસાર કરવા માટે લાંબા અંતરનો પ્રવાસ કરે છે કે જે દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના પશ્ચિમી કિનારાઓથી દૂર ઉત્પાદક સમુદ્રી વિસ્તાર છે. 

'સબાઇનનો ગુલ'નું  ભારતીય ઉપમહાદ્વીપ પર ભ્રમણ કરવું એ ખૂબ દુર્લભ છે. જાહેર પક્ષી અવલોકન ડેટાબેસ ઈ-બર્ડ અનુસાર, આવો નઝારો જવલ્લે જ જોવા મળે છે. અન્ય પક્ષીઓની જેમ 'સબાઇનનો ગુલ'નો સ્થળાંતર માર્ગ ભારતમાંથી પસાર થતો નથી. તેથી, ભારતમાં તેનું દેખાવું દુર્લભ અને અણધાર્યું ગણાય છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ પક્ષી તેનો માર્ગ ભટકી જતાં અહીં પહોંચ્યું હોય, પરંતુ આ પ્રકારનું અવલોકન અને નોંધણીઓ પક્ષીઓના અભ્યાસકર્તાઓ માટે ખૂબ જ રસપ્રદ ઘટના છે. આ અૂત નજારો ભારતમાં છેલ્લે વર્ષ ૨૦૧૩માં કેરળમાં જોવા મળ્યો હતો.

Tags :