Get The App

રક્ષાબંધનના તહેવારનો બિઝનેસ પણ કોરોનાની ઝપટેઃ માંડ 20 ટકા ધંધો

સંખ્યાબંધ વેપારી, સ્ટોલધારકોને ભાડુ-પગાર કાઢવાના પણ ફાંફાઃ તહેવારને સપ્તાહ બાકી છથા ગ્રાહકોની રાહ જોવાઇ રહી છે

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News

સુરત, તા. 28 જુલાઈ, 2020, મંગળવાર

રક્ષા બંધનના મહિના પૂર્વે શહેરમાં સ્ટોલ લાગી જતા હોય છે અને 10 દિવસ પૂર્વે ઘરાકોની ભીડ થવા લાગતી હોય છે પણ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે રાખડીનો ધંધો લગભગ ચોપટ થઇ ગયો છે. ધંધો ગત વર્ષની તુલનામાં માંડ 20 ટકા જેટલો છે અને તેનાથી વધે તેવી શક્યતા પણ હવે રહી નથી.

ઘોડદોડ રોડ સ્થિતિ વિક્રેતા પ્રજ્ઞોશ ઠક્કરે કહ્યું કે, આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સ્ટોલ ઓછા રાખ્યા હતા અને ધંધો થોડો ઓછો થશે તેવી ધારણા તો હતી.  જેના કારણે દરેક વેપારીઓએ માલ પણ ઓછો જ  ભર્યો હતો. પરંતુ હાલ જે માહોલ છે તે ચોંકાવનારો એટલે છે કે, ગત વર્ષની સરખામણીમાં માંડ 20 ટકા જેટલો જ ધંધો થયો છે. દરેક વેપારી ગ્રાહકોની રાહ જોઇ રહ્યો છે. અન્ય વિક્રેતા રાજુભાઇએ કહ્યું કે, રાખડીના સ્ટોલ કોવિડની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરાવાય છે. પણ પણ ઘરાકી જ ન હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો પ્રશ્ન જ રહેતો નથી. મોંઘા ભાડાના સ્ટોલ રાખીને બેઠેલા વેપારીઓનું ભાડું અને કામ માટે રાખેલા માણસોનો પગાર પણ માંડ નીકળે તેમ છે. રાખડીના ધંધામાં આટલી મંદી પહેલા ક્યારેય જોઇ નથી.

રક્ષાબંધનની આગળના દસ દિવસ સુરતમાં રાખડી વેચનારા દરેક વેપારીઓ માટે ઘણાં જ મહત્વના હોય છે. આ દિવસોમાં ઘરાકી ભરપુર રહે છે પરંતુ આ વખતે ઘરાક ભાગ્યે જ જોવા મળી રહ્યા ંછે. એકલ દોકલ ગ્રાહક આવે છે તેઓ પણ ખરીદી ઓછી જ કરે છે. અન્ય ધંધામાં જે મંદી જોવા મળી હતી તે મંદી રાખડીના ધંધા પર પણ જોવા મળી રહી છે.  વેપારીઓ કહે છે સુરતમાં હાલ કોરોનાનો જે માહોલ છે તે જોતાં આગામી દિવસોમાં પણ ઘરાકી થાય તેવી શક્યતા નહીવત છે.

અન્ય રાજ્યોમાંથી મળેલા ઓર્ડરો પણ કોરોના સંક્રમણ વધ્યા બાદ કેન્સલ થયા

સુરતમાં માત્ર રીટેલ ધંધામાં જ નહીં પર ંતુ રાખડીના હોલસેલ ધંધા પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હોલસેલ વિક્રેતા જીતેશ ચૌહાણે કહ્યું કે, અમારા ધંધામાં નવરાત્રી પુરી થાય કે તરત જ રાખડી બનાવવાનું શરૃ કરી દેવાય છે. મારે ત્યાંથી મહારાષ્ટ્ર, ચેન્નઇ, હૈદરાબાદ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં હોલસેલમાં રાખડી જાય છે. ઉતરાણ બાદ અન્ય રાજ્યોના વેપારીઓના ઓર્ડર આવી ગયેલા તે પણ એક બાદ એક કેન્સલ થવા લાગ્યા હતા. એક માત્ર રાજસ્થાનને બાદ કરતાં મોટાભાગના રાજ્યોમાંથી આવેલા ઓર્ડર કેન્સલ થઈ ગયાં છે. હોલસેલ માર્કેટનો ધંધો પણ 20ટકાથી વધુ થયો નથી.ૉ

Tags :