સુરત તા. 5 જાન્યુઆરી 2020 રવિવાર
પીપલોદ-ઇચ્છાનાથ વિસ્તારની ધ પાર્ક હોટલમાં ગેરકાયદે ધમધમતી કનક સિક્યુરીટી સવસમાં દરોડા પાડી એસઓજીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એસઓજીને મળેલી બાતમીના આધારે પીપલોદ-ઇચ્છાનાથ રોડ પર એસવીએનઆઇટી સર્કલ નજીક ધ પાર્ક હોટલમાં લાયસન્સ વિના ધમધમતી કનક સિક્યુરીટી સવસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જયાંથી રાજન પ્રમોદ સીંગ (રહે. એસએમસી સુડા આવાસ, વેસુ)ને ઝડપી પાડી એજન્સીના રબર સ્ટેમ્પ, વિઝટીંગ કાર્ડ, ચેકબુક, બિલ બુક અને ગાર્ડમેનનું હાજરી પત્રક વિગેરે કબજે લીધા હતા. પોલીસે રાજન પ્રમોદ સીંગ વિરૃધ્ધ ઉમરા પોલીસ મથકમાં ગેરકાયદે સિક્યુરીટી એજન્સી ચલાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. રાજન ત્રણ મહિનાથી સિક્યુરીટી એજન્સી ચલાવે છે અને તેમાં ચાર ગાર્ડ નોકરી કરતા હતા.

