For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રૃા.20 કરોડની ઇ-સિગારેટનો જથ્થો મુંબઇના બે બિઝનસમેને મંગાવ્યો હતો

બંનની સૂચનાથી મુંદ્રા-મુંબઇ પોર્ટથી કન્ટેઇનર ભીવંડીના ગોડાઉન સુધી પહોંચાડતા પરવેઝ આલમને 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ

મીસડેકરેશન કરી ઇમ્પોર્ટ કરાયેલો જથ્થો DRIએ ઝડપ્યો હતો

Updated: Sep 5th, 2022

Article Content Image


સુરત

બંનની સૂચનાથી મુંદ્રા-મુંબઇ પોર્ટથી કન્ટેઇનર ભીવંડીના ગોડાઉન સુધી પહોંચાડતા પરવેઝ આલમને 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ

સુરત ડીઆરઆઈએ ગઈકાલે પલસાણા હાઈ-વે પરથી મુંદ્રા એસઈઝેડમાંથી મીસડેકલેરેશન કરીને મુંબઈ જઇ રહેલો રૃા.20 કરોડનો પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો પકડી પાડયો હતો. સ્મગ્લીંગના આ કેસમાં ઝડપાયેલા શકદાર પરવેઝ આલમને આજે સુરતની સીજીએમ કોર્ટમાં રજુ કરી 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ મંગાતા લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી આપતો હુકમ કરાયો છે.

કચ્છના મુંદ્રા એસઈઝેડમાંથી ચાઈનાથી આયાત થયેલા કન્ટેઈર્ન્સમાં કુલ 107 કાર્ટુનમાં 85 હજારથી વધુ  પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો મીસડેકલેરેશન કરીને ટ્રક-ટ્રેઈલર્સમાં મુંબઈ વહન થઈ રહ્યો હોવાની બાતમી સુરત ડીઆરઆઈને મળી હતી. જેથી ટીમે પલસાણા હાઈવે પર ટ્રક ટ્રેઈલરના ચાલક ચુનાસિંગ રાઉતને અટકાવીને આઈસીડી સચીન ખાતે ટ્રકને લઈ જઈ તલાશી લીધી હતી. તેમાં મુંબઈના બે બિઝનેસમેને મંગાવેલા કન્ટેઈનર્સના પ્રતિનિધી તરીકે પોતાની ઓળખ આપનાર મૂળ ઝારખંડના વતની એવા 28 વર્ષીય પરવેઝ આલમ નામનો શખ્સ ડીઆરઆઈ સમક્ષ હાજર થયો હતો.

જેની હાજરીમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન કન્ટેઈનર્સમાંથી મીસ ડેકલેરેશન કરેલા એક કાર્ટુનમાં 800 નંગ પ્રતિબંધિત ઈ-સિગારેટ એવા કુલ 107 કાર્ટુનમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ ૮૫ હજાર નંગથી વધુ જથ્થો મળી આવ્યો હતો. એક નંગની કિંમત અંદાજે રૃા2400 થાય છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૃા.20 કરોડની થાય છે. ઇ-સિગારેટ પર ભારતમાં વર્ષ-2019થી પ્રતિબંધ મુકાયેલા છે. જેથી પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો જપ્ત કરી કસ્ટમ એક્ટના ભંગ બદલ પરવેઝ આલમની ધરપકડ બાદ ચાલક સહિત તેનું નિવેદન લેવાયું હતું.

આજે શકદારને કોર્ટમાં રજુ કરીને ડીઆરઆઈએ ખાસ નિયુક્ત મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા મહમદ ઈમરાન મલીકે હાલમાં મુંબઈ સ્થિત બે બિઝનેસમેનની તલાશ જારી હોઈ શકદારને 14દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી શકદારને જેલકસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.

પરવેઝ આલમે જુલાઇ અને ઓગસ્ટમાં બે વાર ઇ-સિગારેટનો જથ્થો ભીવંડીના ગોડાઉનમાં પહોંચાડયો હતો

(પ્રતિનિધિ દ્વારા)       સુરત,સોમવાર

મૂળ ઝારખંડના વતની 28 વર્ષીય પરવેઝ આલમનું ડીઆરઆઇએ સ્ટેટમેન્ટ લીધુ હતું. તેમાં મુંબઇના બે બિઝનેસમેનની સૂચના મુજબ મુંબઇ અને મુંદ્રા જેવા અલગ-અલગ પોર્ટ પરથી કન્ટેઇનર અનલોડ કરાવતો હતો.અને માલને ભીવંડીના વાલ ગામના પ્રેરણા કોમ્પ્લેક્સના લીઝ પર લીધેલા ત્રણેક ગોડાઉનમાં પહોંચાડતો હતો. પરવેઝ જુલાઇ અને ઓગસ્ટમાં બે વાર પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થા પહોંચાડયો હતો. બે રજીસ્ટરમાં ઇ-સિગારેટના જથ્થાની આવક-જાવકમા હિસાબ નોંધવામાં આવતા હતા.

 

માલ નવસારીથી અન્ય ટ્રકમાં ટ્રાન્સફર કરવાનો હતો

ટ્રક ચાલકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પરવેઝભાઈનો ફોન આવ્યો હતો કે નવસારી આવે તો ફોન કરીને માલને અન્ય ટ્રકમાં ટ્રાન્સફર કરવાનો છે.  પરંતુ ટ્રક નવસારી પહોંચે તે પહેલાં જ સુરત ડીઆરઆઈએ પલસાણા હાઈવે પરથી ઝડપી લીધો હતો.

 

Gujarat