Get The App

સિવિલ કેમ્પસમાં કોવીડ હોસ્પિટલના પ્રોજેક્ટ મેનેજરને લૂંટી લેવાયો

સિવિલમાં પડયા પાથર્યા રહેતા ચાર માથાભારે શખ્સે પોસ્ટમોર્ટમ રૃમ પાસે જ ડરાવીને લૂંટ કરી

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા.25 જુલાઈ 2020  શનિવાર

સુરતના નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હાલમાં જ કાર્યરત કરાયેલી કોવીડ હોસ્પિટલના પ્રોજેક્ટ મેનેજર ગતરાત્રે પોસ્ટમોર્ટમ પાસે આંતરીને રોકડ, મોબાઇલ મળી રૃા.8400 લૂંટી લેવાયા હતા. સિવિલમાં પડી રહેતા માથાભારે શખ્સોએ જ આ કારસ્તાન કર્યું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ડુમસ રોડ આભવાગામ હંસ રેસીડેન્સીમાં રહેતા હરદેવસિંગ મોહેન્દરસિંગ બાવા (ઉ.વ.37) નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં હાલમાં જ કાર્યરત કરાયેલી કોવીડ હોસ્પિટલના પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. હરદેવસિંગ ગતરાત્રે 8 વાગ્યે નોકરી પરથી પરત ધરે જવા માટે પોસ્ટમોર્ટમ રૃમ પાસે પોતાની પત્ની સાથે મોબાઈલ પર વાતો કરતા કાર લેવા માટે જતા હતા ત્યારે ચાર અજાણ્યાએ તેમને આંતરી ડરાવી ધમકાવી રોકડ રકમ, મોબાઈલ ફોન અને ચશ્મા મળી રૃ.8400 ની મત્તાની મતાની લૂંટ ચલાવી હતી. જોકે, હરદેવસિંગે બનાવ અગે તરત જ પોલીસ કંટ્રોલરૃમમાં જાણ કરતા કંટ્રોલના મેસેજના આધારે ખટોદરા પોલીસ ગણતરીની મીનીટોમાં સ્થળ પર પહોચી હતી અને લૂંટ કરીને ભાગતા ચાર પૈકી મહંમદ સુફીયાન બશીર અહેમદ શેખ (રહે, સૈયદ અકબરઅલી એપાર્ટમેન્ટ, કાલીપુલ, આંબાવાડી, સુરત ) ને ઝડપી લીધો હતો.

પોલીસે મહંમદ સુફીયાનની પુછપરછ કરતા તેણે તેની સાથે લૂંટમાં વિનય ઉર્ફે બ્રાહ્મણ, ટાઈગર અને સ્વપનીલ સુરતી હોવાની કબુલાત કરી હતી. પોલીસે હરદેવસિંગની ફરિયાદના આધારે ગુનો નોંધી મોડીરાત્રે બાકીના ત્રણેય લુટારુને પણ ઝડપી લીધા હતા. ઝડપાયેલા ચારેય નવી સિવિલ હોસ્પિટલમાં પડયા પાથર્યા રહેતા માથાભારે યુવાનો હોવાનું જાણવા મળ્યું છે.

Tags :